#MeToo: તેણે મારા પેન્ટમાં હાથ નાખવાનો પ્રયત્ન કર્યો અને મેં.....
બોલિવૂડમાં જાતીય શોષણના આરોપોને લઈને સાકિબે કહ્યું કે, આવી ઘટનાઓ અંગે સાંભલીને દિલ તૂટી જાય છે અને જાતીય શોષણ કરનાર લોકો ખૂબ જ ભયાનક હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાકિબે જણાવ્યું છે, તે વ્યક્તિના ઇન્ડસ્ટ્રીઝમાં અનેક ગે ફ્રેન્ડ્સ છે અને તેઓ ઘણા સારા લોકો છે. જ્યારે મારી સાથે આ બધુ થયું ત્યારે મેં તે વ્યક્તિને અટકાવ્યો અને કહ્યું કે તે પોતાના કામથી કામ રાખે અને હું ત્યાંથી નીકળી ગયો. આ ઘટનાથી હું ડરી ગયો હતો.
એક્ટ્રેસ હુમા કુરૈશીના ભાઈ સાકિબે કોઈનું નામ તો નથી લીધું પરંતુ અનુભવ શેર કરતાં જણાવ્યું કે, તે વ્યક્તિએ તેના પેન્ટમાં હાથ નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. મીડિયા સાથે વાત કરતાં સાકિબે જણાવ્યું કે, હું જ્યારે 21 વર્ષનો હતો ત્યારે એક વ્યક્તિએ મારું જાતીય શોષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે મારા પેન્ટમાં હાથ નાંખવાનો પ્રયત્ન કર્યો હતો.
મુંબઈઃ અભિનેતા સાકિબ સલીમે પોતાની સાથે થયેલ જાતીય શોષણની કહાની શેર કરતાં બોલિવૂડમાં ચાલી રહેલ #MeToo કેમ્પેઈનમાં પોતાનું નામ સામેલ કરાવ્યું છે. હાલમાં જ સલમાન ખાન સાથે રેસ-3માં જોવા મળેસ સાકિબ સલીમે જણાવ્યું કે, તે પણ જાતીય શોષણનો ભોગ બન્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -