કાજોલે DDLJ ફિલ્મને લઈ કર્યો મોટો ખુલાસો, કહ્યું પતિ અજય દેવગને આજદિન સુધી નથી જોઈ આ મૂવી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Sep 2018 07:20 PM (IST)
1
કાજોલે કહ્યું, તેણે મને કહ્યું કે આની પાછળ એક કારણ છે પરંતુ હું તને ક્યારેય નહીં જણાવું. આ ફિલ્મ જોયા બાદ ઘણા કપલે આ સ્ટાઇલમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હોવાનું મને યાદ છે તેમ કાજોલે કહ્યું હતું.
2
મુંબઈઃ શાહરૂખ ખાન અને કાજોલ 1995માં આવેલી સુપરહીટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)ના અનેક ફેન્સ છે. તે સમયે આ ફિલ્મ 100 કરોડથી વધુને બજેટમાં બની હતી અને મુંબઈના મરાઠા થિયેટરમાં 20થી વધુ વર્ષ ચાલી હતી. આ ફિલ્મને લઇ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
3
અજયે કાજોલની ડીડીએલજે ફિલ્મ આજદિન સુધી જોઈ નથી. મેં અજયને આ અંગે ઘણી વખત પૂછ્યું છે પણ તેને સંતોષકારક જવાબ આપ્યો નથી.
4
ડેક્કન ક્રોનિકલના અહેવાલ મુજબ કાજોલ ઘણી વખત અજય દેવગન સમક્ષ ન જોયેલી ફિલ્મોનો મુદ્દો ઉઠાવતી હોય છે પરંતુ દર વખતે તે ફગાવી દે છે.