લગ્ન વગર પિતા બનશે સલમાન ખાન, જાણો શું કહ્યું
હાલ સલમાન ખાન પોતાના ટીવી શોની તૈયારીમાં બિઝી છે. સલમાનના અઢી દાયકાના કરિયરમાં તેનું નામ અનેક એક્ટ્રેસિસ સાથે જોડાયું પરંતુ લગ્ન કરવા સુધી વાત પહોંચી નહોતી. સલમાનની ગત ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ કંઇ કમાલ કરી શકી નહોતી. હાલ તે ‘ટાઇગર ઝિંદા હૈ’ના શૂટિંગમાં બિઝી છે.
50ની ઉંમર પાર કરી ચૂકેલા આ બોલિવૂડ એક્ટરે સિંગલ ફાધર બનવાની ઇચ્છા જાહેર કરી હતી. જો સલમાન સિંગલ ફાધર બને છે તો તે પણ કરણ જોહર અને તુષાર કપૂર જેવા સ્ટાર્સના લિસ્ટમાં આવી જશે. સલમાને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,’મારા પેરેન્ટ્સ ઇચ્છે છે કે હું લગ્ન કરીને સેટલ થઇ જઉં. હું પિતા બનવા ઇચ્છું છું અને એવું પણ થઇ શકે છે કે હું લગ્ન કર્યા વગર જ સિંગલ ફાધર બનું.’
બોલિવુડ સ્ટાર સલમાન ખાન પણ કરણ જૌહરના રસ્તે જઈ શકે છે. પોતાના ટીવી શો બિગ બોસ પહેલા તેણે પોતાના ફેન્સને એ કહીને ખુશ કર્યા છે કે તે પિતા બનવા વિશે વિચારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે બાળકોને પ્રેમ કરે છે અને તે લગ્ન કર્યા વગર પિતા બનવા માગે છે.