બિન અનામત જ્ઞાતિ માટે રાજ્ય સરકાર આયોગની કરશે રચના
હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અનામત મુદ્દે સરકારને રજૂઆત કરી, આજની મુલાકાત સારી રહી પરંતુ પરિણામ લક્ષી નહી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેઠકમાં પાસના નેતા હાર્દિક પટેલ અને એસપીજીના લાલાજી પટેલ સહિતના અનેક ધાર્મિક સંસ્થાના વડાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
ગાંધીનગર: પાટીદાર સમાજને અનામત આપવા સહિતના પડતર મુદ્દાઓ મામલે ચર્ચા કરવા સરકાર અને પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે પાટીદાર આયોગની રચના કરવાની જાહેરાત કરી હતી.
પાસ કન્વિનર હાર્દિક પટેલે સરકારે કરેલા બીન અનામત આંદોલનના નિર્ણયને આવકાર્યો હતો. પરંતુ સરકાર સમાજ માટે યોગ્ય નિર્ણય નહી લે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
સરકાર તરફથી નીતિન પટેલ, ચીમન સાપરિયા અને નાનુ વાનાણી બેઠકમાં હાજર રહ્યા હતા. સરકાર સાથેની બેઠક બાદ નીતિન પટેલે જાહેરાત કરી હતી કે મૃતક યુવકોના પરિવારને સહકારી સંસ્થાઓમાં નોકરી અપાશે, તે સિવાય અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -