મુંબઈ: દિલ્હી ગેંગરેપ કેસમાં નિર્ભયાના ચારેય આરોપીઓને આજે ફાંસની સજા આપવામાં આવી હતી. શુક્રવારે સવારે 5.30 વાગ્યે ફાંસી આપી દેવામાં આવી છે. નિર્ભયાને ન્યાય મળવા પર બોલિવૂડ સ્ટાર્સ આરોપીઓની ફાંસી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.




ઋષિ કપૂરે લખ્યું- નિર્ભયાને ન્યાય મળી ગયો. 'જૈસી કરની વૈસી ભરની'. આને ન માત્ર ભારતમાં પણ સમગ્ર દુનિયામાં ઉદાહરણ તરીકે સેટ કરવું જોઈએ. રેપની સજા મૌત. તમારે મહિલાઓને માન આપવું પડશે. એવા લોકોને શરમ આવવી જોઈએ, જે લોકોએ આ કામમાં આટલો વિલંબ કર્યો. જય હિંદ.

તાપસી પન્નુએ ટ્વિટ કરતા નિર્ભયાના માતાપિતાના સંઘર્ષને યાદ કર્યો છે. આ સાથે જ તેણે કહ્યું તેમના માટે ખૂબ લાંબી લડાઈ રહી છે.



એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા પણ નિર્ભયાના દોષીઓને ફાંસી થવા પર ખુશ છે, પરંતુ એ વાતનો ગુસ્સો પણ છે કે, નિર્ભયાને ન્યાય મળવામાં બહુ સમય લાગી ગયો.



બોલીવૂડ એક્ટેસ સુષ્મિતા સેને ટ્વિટ કરી સંઘર્ષ માટે નિર્ભયાની માતા આશા દેવીના વખાણ કર્યા હતા. આ સાથે જ સુષ્મિતાએ તેને ન્યાયની જીત ગણાવી. તેણે લખ્યું, માતાની ઘીરજ અને સહનશક્તિને ન્યાય મળ્યો. અંતે ન્યાય થયો છે.



મધુર ભંડારકરે ટ્વિટ કરતા લખ્યું, અંતે નિર્ભયાને ન્યાય મળ્યો છે. હું તેમના માતા-પિતાની માનસિક શાંતિની પ્રાર્થના કરૂ છું.

દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાની સાથે થયેલ ગેંગરેપ અને હત્યાના મામલે ચારેય દોષિતો મુકેશ સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષય કુમાર સિંહ (31)ને શુક્રવારે સવારે સાડા પાંચ કલાકે ફાંસી આપવામાં આવી. જેલના મહાનિદેશક ગોયલ અનુસાર દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ તિહાર જેલમાં પ્રથમ વખત ચાર દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી.