લગભગ 9:45 વાગે નિર્ભયાના આરોપીના વકીલ એપી સિંહ દિલ્હી હાઈકોર્ટ આવી રહ્યાં હતાં. તે દરમિયાન નિર્ભયાના માતા-પિતા પણ હાઈકોર્ટ તરફ આગળ વધ્યા હતાં.
થોડીવારમાં જ એપી સિંહે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરીને રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવી દેવાનો નિર્ણયને ચેતવણી આપી હતી. તેમણે મીડિયાને કહ્યું હતું કે, તેમણે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બન્ને જગ્યાએ આવેદન કર્યું હતું. થોડીવારમાં જ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે.
લગભગ 10:15 વાગે દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંજય નરૂલાની ડિવિજન બેંચમાં એપી સિંહની અરજી પર સુનાવણી શરૂ કરવામાં આવી હતી.
દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના આરોપીના વકીલ એપી સિંહને પૂછવામાં આવ્યું કે કોઈ એફિડેવિટ નથી ને, કોઈ એન્ક્સર નથી ને, કોઈ મેમો નથી ને. આ મામલમાં કંઈ થશે નહીં. શું તમારી પાસે અરજી દાખલ કરવાની અનુમતિ છે? આની પર એપી સિંહે કહ્યું હતું કે, કોરોના વાયરસના કારણે કોઈ ફોટોકોપી મશીન કામ કરી રહ્યું નથી.
કોર્ટે કહ્યું હતું કે, તમે આજે 3 કોર્ટમાં જઈને આવ્યા છે. હવે તમે એ નહીં શકતાં કે આવી નાની તકલીફો પડી રહી છે. આજે 10 વાગે રાતે અમે તમારી વાતો સાંભળી રહ્યાં છીએ.
આરોપીના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, રાષ્ટ્રીય માનવાધિકાર અયોગની સામે પણ એક અરજી પેન્ડિગ છે. આટલી બધી અરજી પેન્ડિંગ હોવાના કારણે ફાંસી કેવી રીતે આપી શકાય.
રાતે લગભગ 10:47 વાગે દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના આરોપીઓના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, સમય વેડફાઈ રહ્યો છે, વધારે સમય નથી. તમારા ક્લાયન્ટનો ભગવાન સાથે મળવાનો સમય નજીક આવી રહ્યો છે. જો તમે છેલ્લે ઘડીએ મહત્વપૂર્ણ વાતો નહીં કરો તો અમે તમારી મદદ નહીં કરી શકીએ. તમારે પાસ ફક્ત 4થી 5 જ કલાક છે. જો કોઈ દલીલ છે તો કરો.
વકીલ એપી સિંહે નિર્ભયાના આરોપીની ફાંસી અટકાવવા માટે દિલ્હી હાઈકોર્ટની સામે તેની ગરીબીવાળી પૃષ્ઠભૂમિનો હવાલો આપ્યો.
રાતે 11:05 વાગે દિલ્હ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, સિસ્ટમની સાથે રમત રમવામાં આવી રહી છે. અઢી વર્ષ અરજી દાખલ કરવામાં લાગ્યા, આ કોઈ ષડયંત્ર લાગે છે.
રાતે 11.30 વાગે નિર્ભયાના આરોપીના એક અન્ય વકીલે શમ્સ ખ્વાજાને દિલ્હી હાઈકોર્ટમાં પોતાની દલીલો કરવાની શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, યૌન ઉત્પીડનની ઘટનામાં મોતની સજા મળેલ લોકો પર દયા ખાવાની જરૂર નથી.
લગભગ 12.05 વાગે દિલ્હી હાઈકોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી હતી.
લગભગ 12.20 વાગે વકીલ એપી સિંહે કોર્ટની બહાર નિકળ્યાં અને મીડિયાને કહ્યુ હતું કે, નિર્ભયા કેસમાં નિર્ણય તો થઈ રહ્યો છે, પરંતુ ન્યાય મળી રહ્યો નથી. કોર્ટના આદેશની કોપી મળતાંની સાથે જ તેઓ સુપ્રીમ કોર્ટ જશે.
રાતે 1.35 વાગે આરોપીઓના વકીલ એપી સિંહની દવઈ નગરમાં આવેલ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારના ઘરે પહોંચ્યા હતાં.
સુપ્રીમ કોર્ટ તરફથી સુનાવણી માટે રાતે 2.30 વાગેનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. આની વચ્ચે નિર્ભયાના પરિવારજનો પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં.
2.50 વાગે સુનાવણ દરમિયાન પવન ગુપ્તા તરફથી સુપ્રિમ કોર્ટમાં રજુ થયેલા વકીલ એપી સિંહે દાવો કર્યું હતું કે, આ ઘટના સમયે પવન સગીર હતો. તેણે સ્કૂલનું સર્ટિફિકેટ, સ્કૂલ રજિસ્ટર અને અટેન્ડેન્સ રજિસ્ટર બતાવ્યા હતાં.
સુપ્રિમ કોર્ટના જસ્ટિસ ભૂષણે કહ્યું હતું કે, તેમણે પહેલા પણ કોર્ટમાં આ દસ્તાવેજો બતાવ્યા હતાં. જસ્ટિસ ભૂષણે એ પણ પૂછ્યું હતું કે, વકીલ એપી સિંહ કયા આધાર પર મર્સી પિટિશન ફગાવવાની ચેતવણી આપી રહ્યાં છે.
એપ સિંહે કોર્ટને કહ્યું હતુંકે, મને ખબર છે કે તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવશે, પરંતુ શું બે-ત્રણ કલાક ફાંસી ટાળી શકાય નહીં કારણે પવન ગુપ્તાનું નિવેદન દાખલ કરાવી શકાય.
રાતેલગભગ 3.10 વાગે સુપ્રિમ કોર્ટે આરોપી પવન ગુપ્તા ઘટના સમયે સગીર હોવાની અરજી ફગાવી દીધી હતી.
આગામી 5 મીનિટની અંદર એટલે લગભગ 3.15 લાગે જ રાષ્ટ્રપતિ તરફથી પવનની દયા અરજી ફગાવવા પર કરવામાં આવેલ ચેતણવી વાળી અરજી પણ ફગાવી દેવામાં આવી હતી.
લગભગ 3.35 વાગે નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું હતું કે, હું બધાંનો આભાર માનું છું. ભારતની છોકરીને લડાઈમાં અંતે ન્યાય મળ્યો. અમે આ ઘટના અંગે કોર્ટમાં વિલંબ કરવાની કોશિષ કરી પરંતુ દરેક જગ્યાએ કોર્ટમાં અરજી ફગાવી દેવામાં આવી. હું રાષ્ટ્રપતિનો પણ આભાર માનુ છું. તે મારી પુત્રી નહોતી પણ આખા દેશની પુત્રી હતી. આજનો સુરજ દેશની છોકરીઓના નામે.