દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટવિ રહે છે. અવારનવાર દિશા પટનીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એક કત ફરીથી આવું જ કંઈક થયું છે. આ વખતે દિશાની તેના એક્સ બોયફ્રેન્ડ પાર્થ સમથાન સાથેની કેટલીક જૂની તસવીરો વાયરલ થઈ રહી છે.
એક સમય એવો હતો જ્યારે દિશા ટીવી એક્ટર પાર્થ સમથાનને ડેટ કરી રહી હતી પરંતુ બાદમાં બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. દિશા અને પાર્થની કેટલીક જૂની તસવીરો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પાર્થ હાલ એકતા કપૂરના શો કસૌટી જિંદગી કીમાં લીડ રોલમાં છે. દિશા અને પાર્થ એકબીજાને લગભગ 1 વર્ષ સુધી ડેટ કર્યા. પણ પછી અચાનક જ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. એક અહેવાલ પ્રમાણે દિશાને ખબર પડી ગઇ હતી કે પાર્થ તેને ચીટ કરે છે. જે કારણે બંનેએ પોતાના સંબંધોનો અંત આણવાનું નક્કી કર્યું હતું.
પાર્થ સાથે બ્રેકઅપ થતા દિશા ભાંગી પડી હતી. પણ તેણે પોતાની તમામ એનર્જી બોલિવૂડ કારકિર્દીને પાટે ચડાવવામાં લગાવી જે આખરે રંગ લાવી હતી. પણ હવે દિશા જ્યારે ટાઈગર શ્રોફના પ્રેમમાં છે ત્યારે તેની અને પાર્થની આ જૂની તસવીરો વાયરલ થઇ રહી છે.