નોંધનીય છે કે નવતેજ હુંડલ અનેક ફિલ્મ્સ તેમજ ટીવી સીરિયલમાં કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી અને બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરી છવાઈ ગયેલી ‘ઉરી’માં નવતેજ હુંડલે ગૃહમંત્રીનો રોલ કર્યો હતો.
હાલ તો તેમના અવસાન પાછળનું કારણ સામે નથી આવ્યું પરંતુ CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન)એ આ વાતની પુષ્ટિ કરી હતી. CINTAAએ ટ્વિટર પર શોક સંદેશમાં લખ્યું કે, ‘નવતેજ હુંડલના નિધન પર CINTAA ઉંડો શોક વ્યક્ત કરે છે. તેની આત્માને શાંતિ મળે.’ જે પછી એક્ટરના અંતિમ સંસ્કારની જાણકારી આપવામાં આવી છે.
નવતેજની દીકરી અવંતિકા, ફેમસ ટીવી શો ‘યે હૈ મહોબ્બતે’માં મહત્વનો રોલ કરી રહી છે. ઉરી ઉપરાંત નવતેજે અનેક ફિલ્મ્સમાં કામ કર્યું હતું. જેમાં ‘ખલનાયક’, ‘તેરે મેરે સપને’ અને ‘ધ વ્હિસ્પર્સ’ જેવા નામનો સમાવેશ થાય છે.