અભિનેતાના અંતિમ સંસ્કાર તેમના મુંબઈના વર્લી સ્થિત પ્રેયર હોલમાં બપોરે 3.30 કલાકે થશે. કહેવાય છે કે, 79 વર્ષના અભિનેતા દિનયાર વધતી ઉંમરની સાથે થનારી બિમારીને કારણે મૃત્યુ પામ્યા છે. દિનયાર બાઝીગર, 36 ચાઈના ટાઉન, ખિલાડી અને બાદશાહ જેવી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
તેની સાથે જ તે અનેક પોપ્યુલર ટીવી શોમાં પણ કામ કરી ચૂક્યા છે. જણાવીએ કે, દિનયારે પોતાની કારકિર્દીની શરૂઆત થિએટર આર્ટિસ્ટ તરીકે કરી હતી. તે ગુજરાતી અને હિન્દી પ્લેમાં કામ કરતા હતા. દિવંગત અભિનેતા દિનયારને સરકારે વર્ષ 2019માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કર્યા હતા. તેમમે 1966માં કારકિર્દીની શરૂઆત કરી હતી.