મોદી સરકારના ક્યા સીનિયર પ્રધાનને અમિત શાહે ફોન કરીને તતડાવી નાંખ્યા? જાણો શું આપી સૂચના?
abpasmita.in | 05 Jun 2019 10:15 AM (IST)
કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ દ્વારા જનતા દળ યૂનાઈટેડ (જેડીયૂ)ની ઈફ્તાર પાર્ટી યોજાઇ હતી, તેના પર સવાલો ઉઠાવ્યા બાદ બીજેપી અને જેડીયુ વચ્ચે વિવાદ સર્જાયો હતો
પટનાઃ બિહારમાં ઇફતાર પાર્ટીની ઉજવણીને લઇને ગીરિરાજ સિંહે કરેલી કૉમેન્ટ પર હવે અમિત શાહે સખત રૂખ અપવાવ્યો છે. અમિત શાહે ગીરિરાજ સિંહને ફોન કરીને તતડાવી નાંખ્યા હોવાની વાત વહેતી થઇ છે. કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ દ્વારા જનતા દળ યૂનાઈટેડ (જેડીયૂ)ની ઈફ્તાર પાર્ટી યોજાઇ હતી, તેના પર સવાલો ઉઠાવ્યા બાદ બીજેપી અને જેડીયુ વચ્ચે વિવાદ સર્જાયો હતો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગીરિરાજ સિંહને વળતો જવાબ આપતા કહ્યું છે કે, તેઓ આમ એટલા માટે જ કરે છે કે જેથી કરીને તે ચર્ચામાં રહ્યાં કરે. આ મામલે ગૃહમંત્રી અમિત શાહે ગીરિરાજ સિંહને ફોન કરીને ઠપકો આપતા તતડાવી નાંખ્યા હતા. બિહારની રાજધાની પટનામાં હાર્ફિંગ રૉડ પર આવેલા હજ હાઉસમાં ગઈ કાલે સોમવારે જનતા દળ યૂનાઈટેડ દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંગળવારે ભાજપના નેતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ગીરિરાજ સિંહે નીતિશ કુમારને ટોણોં માર્યો હતો. જેને લઈને બંને પાર્ટી વચ્ચે અગાઉથી ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો હતો. જેડીયૂના નેતા અશોક ચૌધરીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, ગીરિરાજ સિંહની એટલી હેસિયત જ નથી કે તે નીતિશ કુમારને સલાહ આપી શકે. ભાજપ અને જેડીયૂ વચ્ચે વિવાદ વધતા ગૃહમંત્રી અમિત શાહે ગીરિરાજ સિંહને ફોન કરીને બરાબરના ખખડાવ્યા હતાં. અમિત શાહે આ મામલે ટ્વિટ પર ટ્વિટ કરીને પણ ગીરિરાજ સિંહને સલાહ આપી હતી કે તે આ પ્રકારની નિવેદનબાજીથી ના કરે. ગીરિરાજ સિંહે જેડેયૂની ઈફ્તાર પાર્ટી પર ટોણો મારતા ટ્વિટ કર્યું હતું કે, કેટલી સુંદર તસવીર હોત જો આટલો જ પ્રેમ નવરાત્રીએ દરમિયાન ફળાહારનું આયોજન કરવામાં આવ્યું હોત અને સુંદર ફોટો આવતો. પોતાના કર્મ ધર્મમાં આપણે કેમ પાછળ રહી જઈએ છીએ અને દેખાડો કરવામાં કેમ આગલ નીકળી જઈએ છીએ. ગીરિરાજ સિંહના આ નિવેદન બાદ ભાજપ અને જેડીયૂ વચ્ચેના પહેલાથી જ વણસેલા સંબંધો વધારે બગડ્યા હતાં. નીતિશ કુમારે પણ આ મામલે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ગીરિરાજ સિંહ આમ એટલા માટે જ કરે છે કે જેથી કરીને તેઓ ચર્ચામાં બની રહે. સાથે જ જેડીયૂના નેતાઓએ ગીરિરાજ સિંહ વિરૂદ્ધ કાર્યાવહી કરવાની માંગણી કરી હતી.