હા...તે ખાસ વાત એ છે કે 11 ડિસેમ્બર 2017ના અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન ઈટલીમાં થયા હતા. આ સીક્રેટ વેડિંગ હતી જેની કોઈને ખબર નહોતી. બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લગ્ન વિશે ખબર પડી. હવે 11 તારીખે જ તેમના ઘરે લક્ષ્મી આવી છે. વિરૂષ્કા માટે 11 તારીખ ખૂબ જ લક્કી સાબિત થઈ છે.
આ પહેલા પ્રેગનન્ટ અનુષ્કા શર્મા સોશ્યલ મીડિયા પર ઘણીવાર બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરો શેર કરી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બોલીવુડની પસંદગીની જોડીઓમાંથી એક છે. બંનેના ફોટો અથવા વીડિયો, સોશ્યલ મીડિયા પર છવાયેલા રહે છે.