નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ વધુ એક સુસાઇડનો કિસ્સો સામે આવ્યો છે. ટિકટૉક સ્ટાર સિયા કકક્ડે તાજેતરમાંજ દિલ્હીમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. માત્ર 16 વર્ષની ટિકટૉક સ્ટારની આત્મહત્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

માહિતી પ્રમાણે પોલીસે તેનો ફોન સીઝ કરી લીધો છે, અને પોલીસ મિત્રો સાથે પુછપરછ કરી રહી છે. સિયાના ટિકટૉક પર 11 લાખથી વધુ ફોલોઅર હતા અને ઘટનાના થોડાક કલાકો પહેલા જ તેને ડાન્સ વીડિયો પણ અપલૉડ કર્યો હતો.



જોકે સિયાનો ફોન સીઝ કરી દીધો છે પણ પોલીસે હજુ સુધી તેને અનલૉક નથી કરી શકી. તપાસ અધિકારી ફોનને અનલૉડ કરવા માટે સિયાના પરિવારની મદદ લેશે, જેથી તેની કૉલ ડિટેલ અને બાકીની વસ્તુઓની તપાસ કરી શકાય. સિયા લૉકડાઉન દરમિયાન ઘરે જ હતી અને તેને છેલ્લા કેટલાક વીડિયો ઘરમાં જ બનાવ્યા હતા.



મળતી માહિતી મુજબ ગત રાતે એક ગીતને લઇને સિયાની વાત તેના મેનેજર અર્જુન સરીન સાથે થઇ હતી. અજુને જણાવ્યું કે સિયા બરાબર હતી અને પરેશાન પણ લાગી રહી ન હતી. મેનેજરે જણાવ્યું કે હાલ સમજમાં આવી રહ્યું નથી કે તેણે આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું.. જણાવી દઇએ કે થોડાક કલાક સિયા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં ડાન્સ વીડિયો પણ અપલોડ કર્યો હતો.

ઉલ્લેખનીય છે થોડાક દિવસ પહેલા અભિનેતા સુશાંત સિંહ રાજપુતે મુંબઇમાં પોતાના ઘરમાં ગળે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.