Madhuri Dixit: બૉલીવુડ એક્ટ્રેસ માધુરી દિક્ષિત ફિલ્મ 'મજા મા'થી જલદી ઓટીટી પર આવી રહી છે. એક્ટ્રેસ આજકાલ ફિલ્મની પ્રમૉશનમાં વ્યસ્ત છે, અને આ બધાની વચ્ચે તેનો નવી લૂક સામે આવ્યો છે. તેને કેટલીક શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે. 55 વર્ષીય એક્ટ્રેસ માધુરી દિક્ષિત (Madhuri Dixit) અત્યારે પણ પોતાના હૉટ ફિગરથી યંગ એક્ટ્રેસને માત આપી રહી છે. તેનો જાદુ હજુ પણ ફેન્સની વચ્ચે ઓછો નથી થયો. આ વાત તેની નવી તસવીરો પરથી સાબિત થાય છે.

Continues below advertisement


સોશ્યલ મીડિયા પર નવી સામે આવેલી તસવીરોમાં જોઇએ તો એક્ટ્રેસ માધુરી દિક્ષિત ચણીયા ચોળીમાં એકદમ સુંદર લાગી રહી છે. પોતાની હૉટ અદાઓથી 'ધકધક ગર્લ' આજે પણ લાખોના દિલની ધડકનો વધારી રહી છે. જુઓ તેનુ આ લેટેસ્ટ ફોટોશૂટ. 






ઉલ્લેખનીય છે કે, માધુરી દિક્ષિત જલદી ફિલ્મ 'મજા મા'માં દેખાશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર 6 ઓક્ટોબરે રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનું ટ્રેલર શાનદાર છે અને એક ગીત પણ ફિલ્મનુ રિલીઝ થઇ ચૂક્યુ છે. માધુરી દિક્ષિત 'ધ ફેમ ગેમ'થી ડિજીટલ ડેબ્યૂ કરી ચૂકી છે. આ વેબસીરીઝમાં તેના અભિનયને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. 






ફિલ્મી પડદે માધુરી દિક્ષિત છેલ્લે કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં દેખાઇ હતી. મલ્ટીસ્ટારર આ ફિલ્મ જોકે, એકદમ ફ્લૉપ સાબિત થઇ હતી. એક્ટ્રેસ ટીવી પર પણ હાથ અજમાવી ચૂકી છે, કેટલાય રિયાલિટી શૉમાં તે જજ તરીકે કામ કરી ચૂકી છે. માધુરી દિક્ષિત આજકાલ રિયાલિટી શૉ ઝલક દિખલા જા 10 જજ કરી રહી છે.