Shaakuntalam First Look Out: હાલના સમયમાં બૉક્સ ઓફિસ પર સાઉથ ફિલ્મોની જોરદાર બોલબાલા છે. બૉલીવુડની ફિલ્મોની સરખામણીમાં સાઉથ ઇન્ડિયન સિનેમાની ફિલ્મો વધુ શાનદાર કમાણી કરી રહી છે. હવે આ કડીમાં વધુ એક સાઉથ ફિલ્મનુ ફર્સ્ટ લૂક સામે આવ્યુ છે. ઐતિહાસિક ફિલ્મ ‘શાકુંતલમ’ (Shakuntalam) નુ ફર્સ્ટ લૂક પૉસ્ટર રિલીઝ થઇ ગયુ છે. જાણીતી એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) આમાં લીડ રૉલમાં છે, સામંથા ઉપરાંત આ ફિલ્મમાં બ્લૉક બસ્ટર અભિનેતા અલ્લૂ અર્જૂનની દીકરી પણ મુખ્ય રૉલમાં દેખાશે.
'શાકુંતલમ’ (Shakuntalam)' ફિલ્મ કાલિદાસની પૌરાણિક કહાણી ‘શકુંતલમ’ પર આધારિત છે. આમાં શુકંતલા અને દુષ્યન્તની પ્રેમ કહાણીની ફરીથી ફિલ્માવવામાં આવશે. આ ક્લાસિક કહાણીને નવી એડિશનમાં બનાવવામાં આવી રહી છે. સામંથા આ પૌરાણિક ડ્રામામાં રાજકુમારી શકુંતલા (Princess Shakuntala)ની ભૂમિકા નિભાવતી દેખાશે. એક્ટર દેવ મોહન, સામંથા રૂથ પ્રભના અપૉઝિટ રાજા દુષ્યન્તના અવતારમાં દેખાશે. વળી અલ્લૂ અર્જૂનની દીકરી અલ્લૂ અરહા રાજકુમારી ભરતની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મનુ નિર્માણ ગયા વર્ષ ફેબ્રુઆરી 2021માં શરૂ થયુ હતુ અને હવે ફિલ્મ પુરી થઇ ચૂકી છે. ફિલ્મ આ વર્ષે 4 નવેમ્બર 2022એ રિલીઝ થશે.
ફિલ્મના કહાણીકાર ફિલ્મ મેકર ગુનાશેખર છે, ફિલ્મના કલાકારોમાં મોહન બાબૂ, સચિન ખેડેકર, ગૌતમી, અદિતિ બાલન, અનન્યા નગલ્લા અને વાર્શિની સુંદરરાજન સામેલ છે. ગુના ટીમવર્ક્સ અને દિલ રાજૂ પ્રૉડક્શનના બેનર હેઠળ બની રહી છે, જેમાં નીલિમા ગુના અને દિલ રાજૂનો મોટો ફાળો છે.
ઉલ્લેખનીય છે કે નિર્દેશક ગુનેશેખરે અનુષ્કા શેટ્ટીની ફિલ્મરુદ્રમા દેવીને પણ નિર્દેશિત કરી હતી. જે સાઉથમાં બ્લૉક બસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. હવે સામંથાને ઐતિહાસિક પાત્રમાં જોવી દિલચસ્પ રહેશે.