રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત  કરવામાં આવી છે. કચ્છ એક્સપ્રેસને ત્રણ એવોર્ડ મળ્યા છે.  ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' 70મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મની અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. માનસી આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે. પાર્થિવ ગોહિલ આ ફિલ્મના પ્રોડ્યૂસર છે.  મહિલા સશક્તિકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી.


ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' માટે ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને ત્રણે નેશનલ એવોર્ડ મળ્યા છે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે.  રાષ્ટ્રીય, સામાજિક, પર્યાવરણના મુદ્દાને ઉજાગર કરવા બદલ એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રી લિડીંગ રોલ કેટેગરીમાં માનસી પારેખને એવોર્ડ મળ્યો જ્યારે કોસ્ચ્યુમ ડિઝાઈન માટે નિક્કી જોશીને એવોર્ડ મળ્યો છે. 


ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં માનસી પારેખ લીડ રોલમાં છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં ‘મોંઘી’નું પાત્ર ભજવ્યું છે. જે તેના સપનાઓ પૂર્ણ કરવા એક નવી સફર શરૂ કરે છે. તેનું માનવું છે કે, જીવતરમાં રંગ હોય કે ના હોય, પણ લાગણીઓમાં જરૂર રંગ હોવા જોઈએ. રામ મોરી લિખિત અને વિરલ શાહ દિગ્દર્શિત ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં રત્ના પાઠક શાહ, માનસી પારેખ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શિલ સફારી અને વિરફ પટેલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સંગીત સચિન-જીગરે આપ્યું છે. ફિલ્મને પ્રોડ્યુસ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલએ કરી છે.  


રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો દેશભરમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને અન્ય  શ્રેણીઓ સહિત વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવે છે. 


બેસ્ટ ફીચર ફિલ્મ: આટ્ટમ (મલયાલમ) 
બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ડાયરેક્ટર : પ્રમોદ કુમાર (ફૌજા, હરિયાણવી ફિલ્મ) 
બેસ્ટ લોકપ્રિય ફિલ્મ : કાંતારા
બેસ્ટ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી): કચ્છ એક્સપ્રેસ 
બેસ્ટ  ફિલ્મ (AVGC- એનિમેશન, વિઝ્યુઅલ) ઇફેક્ટ્સ ગેમિંગ અને કૉમિક્સ: બ્રહ્માસ્ત્ર
બેસ્ટ ડાયરેક્શન: સૂરજ બડજાત્યા (ઉંચાઈ) 
બેસ્ટ અભિનેતા (મુખ્ય ભૂમિકા): ઋષભ શેટ્ટી (કાંતારા) 
બેસ્ટ અભિનેત્રી (મુખ્ય ભૂમિકા): નિત્યા મેનન (તિરુચિત્રામ્બલમ)
બેસ્ટ અભિનેતા (સપોર્ટિંગ રોલ): પવન રાજ મલ્હોત્રા (ફૌજા, હરિયાણવી ફિલ્મ) 
બેસ્ટ અભિનેત્રી (સપોર્ટિંગ રોલ): નીના ગુપ્તા (ઉંચાઈ) 
બેસ્ટ ચાઈલ્ડ કલાકાર: શ્રીપત (મલ્લિકાપુરમ, મલયાલમ ફિલ્મ) 
બેસ્ટ ગાયક (મેલ): અરિજિત સિંહ (બ્રહ્માસ્ત્ર) 
બેસ્ટ સિંગર (ફિમેલ): બોમ્બે જયશ્રી 
બેસ્ટ સિનેમેટોગ્રાફી: રવિ વર્મન (પોન્નિયન સેલ્વન) 
બેસ્ટ સ્ક્રીનપ્લે (ઓરિજિનલ): આટ્ટમ (મલયાલમ) 
બેસ્ટ સ્ક્રીનપ્લે (ડાયલોગ): (ગુલમોહર) 
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન: અનંત (પોન્નિયન સેલ્વન) ) 
બેસ્ટ એડિટિંગઃ આટ્ટમ (મલયાલમ) 
બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન (ગીત): પ્રીતમ(બ્રહ્માસ્ત્ર) બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન (પોન્નિયન સેલવાન) 
સ્પેશલ મેંશન: મનોજ બાજપેયીને ગુલમોહર માટે, મ્યૂઝિક ડાયરેક્ટર સંજય સલિલ ફિલ્મ 'kadhikan'


બેસ્ટ ફીચર ફિલ્મ (હિન્દી): ગુલમોહર 
બેસ્ટ ફીચર ફિલ્મ (તેલુગુ): કાર્તિકેય 2 
બેસ્ટ ફીચર ફિલ્મ (તમિલ): પોન્નિયન સેલ્વન
બેસ્ટ ફીચર ફિલ્મ (ટીવા): સિકાઈસલ 
બેસ્ટ ફીચર ફિલ્મ (મલયાલમ): સાઉદી વેલક્કા સીસી. 225/2009 
બેસ્ટ ફીચર ફિલ્મ (કન્નડ): કે. જી. એફ. ચેપ્ટર 2 
બેસ્ટ ફીચર ફિલ્મ (મરાઠી): વાલ્વી
બેસ્ટ ફીચર ફિલ્મ (પંજાબી): બાગી દી ધી 
બેસ્ટ ફીચર ફિલ્મ (ઉડિયા): દમન
બેસ્ટ ફીચર ફિલ્મ (ઉડિયા): કાબેરી અંતર્ઘાન 
બેસ્ટ ફીચર ફિલ્મ(અસમિયા): એમુથિ પુથી 


70th National Film Awards: 70 માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં ઋષભ શેટ્ટીએ બાજી મારી, ‘કાંતારા’માટે જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ