મુંબઇઃ કોરોના વાયરસ માહામારીના કારણે લૉકડાઉન દરમિયાન બૉલીવુડ એક્ટર સોનુ સૂદે હજારો પ્રવાસી મજૂરો અને કારીગરોને તેમના ઘરે મોકલ્યા છે. તેને પ્રવાસીઓ માટે બસોથી લઇને ખાવા અને રહેવાની સગવડ પણ કરી હતી. તેને કોરોના વૉરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે પીપીઇ કિટનુ પણ દાન કર્યુ હતુ. લૉકડાઉનમાં સોનુ સૂદ લોકોની મદદ કરીને લોકો માટે મસીહા બની ચૂક્યો છે, ત્યારે તેની પાસે એક છોકરા તરફથી એક ખાસ ડિમાન્ડ આવી છે.

સોનુ સૂદ ટ્વીટર પર ખુબ એક્ટિવ છે, દરરોજના મદદ માટે તેની પાસે સેંકડોની સંખ્યામાં મેસેજ આવે છે. જેમાંથી કેટલાક ગંભીર, કેટલાક હલ્કા તો વળી કેટલાક મજેદાર હોય છે. તાજેતરમાં જ સોનુ સૂદ પાસે એક છોકરાને પીએસ4 ગેમની ડિમાન્ડ કરી છે, અને એક્ટરે આના પર પ્રતિક્રિયા આપીને લોકોનુ દિલ જીતી લીધુ છે. એક 10માં ધોરણના વિદ્યાર્થીએ સોનુ સૂદને ટેગ કરતા લખ્યુ- પ્લીઝ સર, શું તમે પીએસ4 ગેમ અપાવી શકો છો, મારી સાથેના છોકરાઓ ગેમ રમીને એન્જૉય કરી રહ્યાં છે.



અભિનેતાએ છોકરાની રિક્વેસ્ટને રિજેક્ટ કર્યા વિના તેને કેટલાક પુસ્તકો મોલવા કહ્યું- તેને ટ્વીટ કરીને રિપ્લાય કર્યુ- જો તારી પાસે પીએસ4 ગેમ ના હોય તો તે આવશે, થોડાક પુસ્તકો લે અને વાંચો. હું તારા માટે આ કરી શકુ છું. ટ્વીટર પર સોનુ સૂદે આના રિપ્લાય પર લોકો જબરદસ્ત રિએક્શન્સ આપી રહ્યાં છે. આના પર એક્ટર કરણવીર બોહરાએ પણ રિસ્પૉન્સ આપતા કહ્યું હાહાહા, જબરદસ્ત જવાબ....

નોંધનીય છે કે, અભિનેતાએ પ્રવાસી રોજગાર નામનુ એક પોર્ટલની પણ શરૂઆત કરી છે. જેના માધ્યમથી મજૂરો અને યોગ્ય રીતે રોજગાર માટે જરૂરી માહિતીઓ મળી રહે, અને સાથે સાથે રોજગાર માટે મદદ કરવામાં પણ આવે.