નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાતો દેખાઇ રહ્યો છે. હવે મુંબઇ હાઇકોર્ટ બાદ હવે પટના હાઇકોર્ટમાં પણ સીબીઆઇ તપાસને લઇને અરજી દાખલ કરવામાં આવી છે.

આ તાજા અરજીમાં પણ મુંબઇ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યો છે. સાથે એ પણ કહેવાયુ છે કે આ મામલામાં મુંબઇ અને બિહાર પોલીસ બિલકુલ પણ સમર્થનની સાથે કામ નથી કરી રહી. લેખિતમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માંગ કરવામાં આવી છે.


પટના હાઇકોર્ટમાં પવન પ્રકાશ પાઠક અને ગૌરવ કુમાર તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. જોકે, હજુ કોર્ટે આ નિર્ણય લેવાનો છે કે તે આ અરજી પર સુનાવણી કરશે કે નહીં. પટના હાઇકોર્ટના ચીફ જસ્ટીસે નક્કી કરવાનુ છે કે આ કેસ કોને સોંપવો છે, અને આ કેસની તપાસ કયા પ્રકારે કરવામાં આવે.



હવે આ એક કેસની બે હાઇકોર્ટમાં અરજી છે, બન્ને હાઇકોર્ટમાં આ મામલાને સીબીઆઇ કે કોઇ નિષ્પક્ષ તપાસની માંગને લઇને અરજી દાખલ છે. મોટાભાગે સંભાવના છે કે આ કેસની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવે. જોકે મહારાષ્ટ્ર સરકાર સતત આનો વિરોધ કરી રહી છે. પરંતુ બિહાર સરકારે સંકેત આપ્યા છે કે તે સુશાંત કેસમાં સીબીઆઇની તપાસના પક્ષમાં છે.