Ira Khan And Nupur Shikhare: આમિર ખાન અને પહેલી પત્ની રીના દત્તાની દીકરી ઈરા ખાન પોતાની લાઈફ સાથે જોડાયેલ દરેક અપડેટ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કરતી રહે છે. રવિવારે ઇરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને તેના મંગેતર નુપુર શિખરેની તસવીરો પોસ્ટ કરી હતી. ઈરા અને નુપુરની ગયા વર્ષે મુંબઈમાં સગાઈ થઈ હતી.
આમિર ખાનની દિકરી મંગેતર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે
ઈરા ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, "જો તમે વિચારી રહ્યા છો કે ફોન હવામાં કેમ છે... તો હું પણ આવું જ વિચારી રહી છું. તેણે આગળ નૂપુરને ટેગ કરીને પૂછ્યું- તમે શું કરી રહ્યા છો ? " ઉદયપુરમાં લેવામાં આવેલી તસવીરોમાં ઈરા અને નુપુર એક બગીચામાં બેડ પર આરામ કરતા જોઈ શકાય છે.
પ્રથમ તસવીરમાં નૂપુર અને ઈરા હવામાં મોબાઈલ ફોનને જોઈને પોઝ આપતા જોઈ શકાય છે. બીજી તસવીરમાં નૂપુર ફોન ચેક કરી રહ્યો હતો અને ઈરા જોઈ રહી હતી. ઈરાએ નુપુરની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી, જેમાં નૂપુર તેના પગ હવામાં લઈને પોઝ આપી રહ્યો હતો. નુપુર અને ઈરા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે.
કપલના ફોટો ફેન્સને ખૂબ પસંદ આવ્યા હતા
બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી ઈરા ખાન અવારનવાર તેના મંગેતર નુપુર શિખરે સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. ચાહકોને આ બંનેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ તમામ તસવીરોમાં નુપુર શિખરે અને ઈરા ખાન મસ્તી કરતી જોવા મળી રહ્યા છે. બંનેની તસવીરોને ચાહકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.