Parineeti Chopra Raghav Chadha: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાના ડેટિંગની અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. બંને મુંબઈમાં સતત બે દિવસ લંચ અને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. જે બાદ તેમના ડેટિંગના સમાચાર હેડલાઇન્સમાં છવાયેલા રહ્યા હતા. તે જ સમયે સાંસદ સંજીવ અરોરાએ પણ ટ્વિટ કરીને બંનેને અભિનંદન પાઠવ્યા છે.
પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથેના સંબંધો પર અત્યાર સુધી મૌન સેવ્યુ છે. ફેન્સ તેમના રિએક્શનની રાહ જોઇ રહ્યા છે, પરંતુ આ બધા સમાચારોની વચ્ચે AAP સાંસદ સંજીવ અરોરાએ શુભેચ્છાઓ આપીને પરિણીતી અને રાઘવના સંબંધો કન્ફર્મ કર્યા છે.
સંજીવ અરોરાએ શું ટ્વીટ કર્યુ?
સંજીવ અરોરાએ પોતાના ટ્વીટમાં પરિણીતી અને રાઘવ ચઢ્ઢાનો ફોટો શેર કર્યો છે. બંનેના ફોટો સાથે કેપ્શનમાં તેમણે લખ્યુ છે કે હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હાર્દિક અભિનંદન આપુ છુ. હું આશા રાખુ છુ કે બંનેનો સાથ પ્રેમ, આનંદ અને કમ્પેનિયનશિપથી ભરેલો રહે. મારી હાર્દિક શુભકામનાઓ.
કેવી રીતે શરૂ થઇ હતી રિલેશનશિપની ચર્ચાઓ?
પરિણીતી ચોપરાને રાઘવ ચઢ્ઢા સાથે તાજેતરમાં મુંબઇમાં સ્પોટ કરવામાં આવી હતી. બંને એક સાથે લંચ અને ડિનર ડેટ્સને એન્જોય કરી રહ્યા હતા. ત્યારથી બંનેના રિલેશન ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. જોકે પરિણીતી અને રાઘવે હજુ સુધી આ સંબંધો અંગે કંઇ પણ કહ્યુ નથી. જ્યારે પરિણીતી અંગેના સવાલ પર રાઘવે કહ્યુ હતુ, મને રાજકારણના સવાલ કરો, પ્લીઝ પરિણીતી અંગેના સવાલ ન કરો.
શું છે રાઘવ-પરિણીતી કનેક્શન?
પરિણીતી ચોપરા યુકેની માન્ચેસ્ટર સ્કૂલની સ્ટુડન્ટ હતી. રાઘવ ચઢ્ઢાએ પણ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને એકસાથે ‘ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ભારતમાં પહેલીવાર કોઈને આ સન્માન મળ્યું છે. ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડના સહયોગથી નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન દ્વારા આ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું.