મુંબઇઃ એક્ટ્રેસ સયાની ગુપ્તા સ્ટારર શેમલેસને ભારત તરફથી લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં 93માં ઓસ્કાર એવોર્ડ માટે એન્ટ્રી મળી છે. 93માં ઓસ્કાર એવોર્ડ સેરેમની આગામી વર્ષે થશે. શેમલેસ 15 મિનીટની એક બ્લેક કૉમેડી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મએ ઓસ્કાર રેસમાં સામેલ થવા માટે વિદ્યા બાલન સ્ટારર નટખટને પછાડીને છે.


શેમલેસમાં સયાની ગુપ્તાની સાથે એક્ટર હૂસેને દલાલ અને ઋષભ કપૂર લીડ રૉલમાં છે. આની કહાની કીથ ગોમ્સે લખી છે. કીથ ગોમ્સે આને ડાયરેક્ટ પણ કરી છે. શેમલેસની કહાની એક ટેકનોલૉજીના કારણે માનવ આત્માને ખાવાનો વિષય ઉઠાવે છે. આની સાથે જ આમાં પ્રવાસી વર્ગ પ્રત્યે હકદારી, માનવતા અને સહાનુભૂતિના મુદ્દાઓ પર પ્રાસંગિક પ્રશ્ન ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

સયાની ગુપ્તાએ શેર કર્યો અનુભવ
ફિલ્મ વિશે સયાની ગુપ્તાએ કહ્યું- શેમલેસ પર મારો એક્સપીરિયન્સ એકદમ સારો રહ્યો અને ફિલ્મને અમે ઓસ્કાર માટે મોકલી રહ્યાં છીએ. એક અદભૂત ફિલ્મ છે, અને સારી પણ છે.

આ રીતે બન્યા ઓસ્કારને પાત્ર
એક્ટર હુસેન દલાલે કહ્યું- કીથે જે રીતે બતાવવા માગતા હતા, તેને એકદમ ખાસ રીતે આ અનોખી કહાનીને બતાવી. આ કહાની સમાજમાં છુપાયેલા સત્યને બતાવે છે. અમે આ પ્રક્રિયા પ્રત્યે ઇમાનદાર રહ્યાં. આને બનાવવામાં મજા આવી. અને હવે અમે અહીં છીએ, ઓસ્કારને પાત્ર.