મુંબઇઃ બૉલીવુડની ખાન ત્રિપુટી હવે એક ફિલ્મમાં એક સાથે દેખાશે. રિપોર્ટ છે કે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન એકસાથે દેખાશે. આ ફિલ્મમાં કેમિયો રૉલમાં દેખાઇ શકે છે, ખાસ વાત છે કે આ કેમિયો રૉલ માટે આમિર ખાને શાહરૂખ ખાનને અપીલ કરી હતી, અને હવે શાહરૂખ ખાન માની ગયો છે.

ઉલ્લેખનીય છે કે આમિર ખાન અને શાહરૂખ ખાન એક જ ફિલ્મમાં હજી સુધી લીડ રૉલમાં જોવા મળ્યા નથી. આ ઉપરાંત આ ફિલ્મમાં આમિર ખાનની સાથે સલમાન ખાન પણ પોતાની ફિલ્મોના પાત્રમાં જોવા મળશે. ખાસ વાત છે કે આ ફિલ્મમાં પોત પોતાની ફિલ્મના પાત્ર તરીકે આ ફિલ્મમાં જોવા મળી શેક છે. મનાઇ રહ્યું છે કે આ ફિલ્મમાં કિંગ ખાન પોતાની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયૅગેના પાત્ર રાજ મલ્હોત્રા તરીકે જોવા મળશે.

શાહરૂખને આ ફિલ્મમાં લેવા માટે ખાસ સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. જેના અનુસાર, આમિરનું પાત્ર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના સેટ પર આવે છે અને શાહરૂખ ખાન સાથે મુલાકાત કરે છે તે પ્રસંગને ફિલ્મમાં દર્શાવામાં આવશે. આ જ રીતે સલમાન ખાન પણ આ ફિલ્મમાં દેખાશે. રિપોર્ટ છેકે સલમાન હમ આપકે હૈ કોનના પ્રેમના રૉલમાં ફિલ્મમાં જોવા મળશે.



નોંધનીય છે કે આમિર ખાનની આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકેલી જાણીતી હૉલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પનુ હિન્દી એડૉપ્ટેશન છે. હૉલીવુડ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ટૉમ હેન્ક્સે નિભાવી હતી. ફિલ્મમાં કરિના કપૂર ખાન વાળી ભૂમિકા રૉબિન રાઇટે નિભાવી હતી, લાલ સિંહ ચઢ્ઢા આગામી વર્ષે ક્રિસમસના તહેવાર નિમિતે રિલીઝ કરવામાં આવી શકે છે, આનુ ડાયરેક્શન અદ્વૈત ચંદન કરી રહ્યાં છે.