નવી દિલ્હીઃ બૉલીવુડના જાણીતા એક્ટર અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર પીએમ મોદીની પ્રસંશા કરી છે, હંમેશા કરન્ટ ઇશ્યૂ પર પોતાની વાત રાખવા માટે જાણીતા એક્ટરે આ વખતે પણ ટ્વીટર પર કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો છે.

તાજેતરમાં જ છત્તીસગઢ કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરવામાં આવી હતી, આ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યુ હતુ કે નરેન્દ્ર મોદી અત્યાર સુધીના સૌથી નબળા વડાપ્રધાન છે. આ ટ્વીટ પર લોકોએ પોત પોતાની પ્રતિક્રિયા આપી હતી, પણ અનુપમ ખેરનુ રિએક્શન વાયરલ થઇ ગયુ હતુ.



કોંગ્રેસના આ ટ્વીટનો જવાબ આપતા અનુપમ ખેરે લખ્યું- ચલ, જુઠ્ઠા, આ મજાક તો પહેલી એપ્રિલના દિવસે પણ ફિટ નથી બેસતી. ખેરના આ ટ્વીટરને લોકો જબરદસ્ત વાયરલ કરી રહ્યાં છે. આ સાથે આના પર કૉમેન્ટ કરીને પોતાનો મત પણ આપી રહ્યાં છે.



ઉલ્લેખનીય છે કે, અનુપમ ખેર બૉલીવુડના જાણીતા અભિનેતા છે, અને બીજેપીના નેતા પણ છે. અનુપમ ખેરે અવારનવાર સોશ્યલ મીડિયા અને જાહેર મંચો પરથી કોંગ્રેસ પર નિશાન તાક્યા છે.