મુંબઈ: જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂરના ઘરમાં કામ કરતો નોકર કોરોના પોઝિટિવ નિકળ્યો છે. આ વ્યક્તિની ઉંમર 23 વર્ષ જણાવાઈ છે. બોની કપૂર મુંબઈના અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં ગ્રીન એકર્સ કોમ્પ્લેક્ષમાં પોતાની અભિનેત્રી દિકરી જાહ્નવી કપૂર અને નાની દિકરી ખુશી કપૂર સાથે રહે છે.

એબીપી ન્યૂઝને આપેલા એક નિવેદનમાં બોની કપૂરે કહ્યું, 'હું, મારી દિકરીઓ અને ઘરના અન્ય સ્ટાફના એકદમ સ્વસ્થ છે અને હાલ અમને કોઈને પણ કોરોનાના લક્ષણો નથી. ઉલ્લેખનીય છે કે અમે લોકડાઉનની શરૂઆતથી જ ઘરમાં રહ્યા છીએ.'



બોની કપૂરે જાણકારી આપતા કહ્યું શનિવારના દિવસે આ વ્યક્તિની તબીયત ખરાબ લાગી રહી હતી. એવામાં તેમણે તેને નજીકની હોસ્પિટલમાં મોકલ્યો અને પછી તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. તેમણે આગળ કહ્યું ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે પોતાની બિલ્ડિંગની સોસાયટીને તેની જાણકારી આપી હતી અને બાદમાં સોસાયટીએ તેના વિશે બીએમસીને જાણ કરી હતી.

હવે બીએમસીએ પોતાના નિયમો મુજબ સોસાયટીને સેનિટાઈઝ અને અન્ય ઔપચારિક કાર્યવાહી કરી રહી છે.

બોની કપૂરે કહ્યું, મને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ પરત ફરશે. અમે બીએમસી અને તેમની મેડિકલ ટીમ દ્વારા આપવામાં આવેલા તમામ દિશા-નિર્દેશોનું પાલન કરીશું.