બૉલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને (Dilip Kumar) લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા દિલીપકુમારની તબિયતમાં સુધારો છે. ડૉ જલિલ પારકરે જણાવ્યુ કે અભિનેતા દિલીપ કુમારની તબિયત સુધારા પર છે પરંતુ તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે. 


અભિનેતાને સ્વાસ્થ્ય કારણે  રવિવારે મુંબઇની હિન્દુજા હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ (Dilip Kumar Health) હોવાના કારણે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ડોક્ટર્સે જણાવ્યું હતું કે, અત્યારે તેમની તબિયત સ્થિર છે અને તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. 



એક  દિવસ પહેલા હોસ્પિટલમાંથી દિલીપ કુમાર અને સાયરા બાનોની પ્રથમ તસવીર સામે આવી છે જેને ખુદ દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી. 


મુંબઈના હિંદુજા હોસ્પિટલમાં દાખલ દિલીપ કુમાર (Dilip Kumar) આ તસવીરમાં સહારો લઈ બેસેલા જોવા મળ્યા હતા.  જ્યારે તેમના પત્ની અને અભિનેત્રી સાયરા બાનો તેમની પાસે ઉભેલા અને તેમને જોતા જોવા મળી રહ્યા હતા. જ્યારે આ તસવીરો પોસ્ટ થઈ તો ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.



દિલીપ કુમારને Bilateral Pleural Effusion ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી આ કારણે તેમને ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જો તમે આ બીમારી વિશે નથી જાણતા તો જણાવી દઈએ કે આ એક ફેફસા સંબંધિત બીમારી છે જેમાં ફેફસામાં પાણી ભરાઈ જાય છે. હાલ તેઓ દવાઓથી સ્વસ્થ થઈ રહ્યા છે. ડૉક્ટર તેમના ફેન્સ માટે તેમની હેલ્થ અપડેટ સમય સમય પર જારી કરી રહ્યા છે. હાલ તેઓ પહેલા કરતા સ્વસ્થ છે અને રિકવર થવા પર તેમની જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.