નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક અઠવાડિયાથી જીવન મરણ વચ્ચે જંગ લડી રહેલો બૉલીવુડ એક્ટર ફરાઝ ખાન અંતે હારી ગયો છે. બેગ્લુંરુની હૉસ્પીટલમાં તેને અંતિમ શ્વાસ લીધા, બ્રેન ઇન્ફેક્શન થયા બાદ તેને આઇસીયુમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. ફરાઝ ખાને કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તેને ઓળખ અભિનેત્રી રાની મુખર્જીની સાથેની ફિલ્મ મેહંદીથી મળી હતી.

ફરાઝ ખાનના નિધનના જાણકારી અભિનેત્રી-નિર્માતા પૂજા ભટ્ટે આપી, પૂજા ભટ્ટે જ તેના બ્રેન ઇન્ફેક્શનની જાણકારી શેર કરી હતી, ફરાઝ ખાનના નિધનની ખબર શેર કરતા પૂજા ભટ્ટે લખ્યું- બહુ જ ભારે મનથી આ ખબર શેર કરી રહી છું કે ફરાઝ ખાન આપણને છોડીને ચાલ્યો ગયો છે, કદાચ એક સારી જગ્યા. તેને જ્યારે જરૂર હતી તમારા બધાની મદદ અને શુભેચ્છાઓ માટે આભાર. પોતાની દુવાઓમા તેના પરિવારને રાખો. જે જગ્યા તે પોતાની પાછળ છોડીને ગયા તેની ભરપાઇ કરવી અસંભવ છે.

બીજા ટ્વીટમાં પૂજા ભટ્ટે ફરાઝ ખાનની તસવીર શેર કરતા લખ્યું- ફરાઝ ખાન, મે 1970 નવેમ્બર 2020. તમારો સંગીન સમય અને સ્થાનની સાથે હંમેશા યાત્રા કરતા રહો.

થોડાક અઠવાડિયા પહેલા ફરાઝ ખાનના ભાઇ ફહમાન ખાને તેની ખરાબ તબિયતની જાણકારી આપતા આર્થિક મદદ માંગી હતી. ફહમાન ખાનની અપીલ બાદ અભિનેતા સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો અને તેને ઇલાજનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરી હતી.