આને લઇને શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કર્યુ હતુ, આ પછી કંગનાએ ટ્વીટ પર સંજય રાઉત અને જાવેદ અખ્તર પર નિશાન સાધ્યુ. તેને કહ્યું- એક થી શેરની.... ઔર એક ભેડિંયોં કા ઝૂંડ....
જાવેદ અખ્તરે અંધેરીના મેટ્રોપોલિટિયન મેજિસ્ટ્રેટ સમક્ષ કંગના સામે ફરિયાદ કરી છે. કંગનાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જાવેદ અખ્તર સામે ટિપ્પણી કરી હતી, જેને લઈ ગીતકારની છબિને નુકસાન પહોંચ્યું છે. જાવેદ અખ્તરનું એવું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના દુર્ભાગ્યપૂર્ણ નિધન બાદ કંગનાએ કારણ વગર તેનું નામ આ મામલામાં ઉછાળ્યું છે. જ્યારે આ ઘટના સાથે દૂર દૂર સુધી મારે કોઈ સંબંધ નથી.
જાવેદ અખ્તરે કહ્યું કે કંગનાએ મારુ નામ ખોટી રીતે લીધુ છે. આમાં કહેવામાં આવ્યુ છે કે કંગનાએ દાવો કર્યો કે જાવેદ અખ્તરે અભિનેતા ઋત્વિક રોશનની સાથે પોતાના કથિત સંબંધોને લઇને વાત ના કરવાની ચેતાવણી આપી હતી.
તાજેતરમાં મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ દેવાના સંદર્ભમાં કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલને સમન્સ મોકલ્યું છે. બંનેને 10 નવેમ્બરે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.