મુંબઇઃ વર્ષ 2001માં આવેલી ફિલ્મ દિલ ને ફિર યાદ કિયામા અભિનેતા ગોવિંદા અને 1998માં આવેલી રાની મુખર્જીની ફિલ્મ મેહંદીમાં કામ કરી ચૂકેલા અભિનેતા ફરાઝ ખાનની હાલત અત્યાર ખુબ ગંભીર છે. જેને લઇને અભિનેત્રી અને ડાયરેક્ટર પૂજા ભટ્ટે મદદ માટે સોશ્યલ મીડિયા પર અપીલ કરી છે.

ખરેખરમાં, કેટલાય ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા ફરાઝ ખાન છેલ્લા કેટલાય સમયથી બ્રેન ઇન્ફેક્શન અને નિમોનિયાથી પીડાઇ રહ્યો છે. સારવાર માટે તેને કર્ણાટકમાં બેંગ્લુરુની એક હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. જ્યાં તેની સારવારનો 25 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવવાની ગણતરી છે.

હાલ, ફરાઝ ખાનની મદદ માટે ફિલ્મ જગતમાંથી પૂજા ભટ્ટ આગળ આવી છે. તેને ટ્વી કરીને પોતાના ફોલોઅર્સ પાસે મદદની અપીલ કરી છે. તેને ફરાઝ ખાન માટે ફંડ એકઠુ કરવા માટે ટ્વીટ કરીને લખ્યું- પ્લીઝ જેટલુ બની શકે આને શેર કરો અને કૉન્ટ્રિબ્યૂટ કરો. મે પણ કર્યુ છે. જો તમે કરી શકો તો હું તમારી આભારી રહીશ.



અભિનેતા ફરાઝ ખાનની સારવાર માટે 25 લાખ રૂપિયાની જરૂર છે. જેમાં અત્યાર સુધી ફંડ રેજિંગ દ્વારા એક લાખ રૂપિયાથી વધુ એકઠા કરી શકાયા છે. હુજ તેની સારવાર માટે એક મોટી રકમની જરૂર છે. ફરાઝ ખાન છેલ્લા એક વર્ષથી કફ અને અન્ય સંક્રમણ સામે ઝઝૂમી રહ્યો છે.