Actor Govinda: બોલિવૂડના એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદાને મંગળવારે રાત્રે જુહુ સ્થિત ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 61 વર્ષીય અભિનેતા અચાનક તેમના ઘરે બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના મિત્ર અને કાનૂની સલાહકાર લલિત બિંદલે આ માહિતી આપી હતી.
લલિત બિંદલે જણાવ્યું હતું કે, "ગોવિંદાને અચાનક બેભાન થઈ ગયા બાદ ક્રિટિકલ કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ હાલમાં ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે." તેમણે ઉમેર્યું હતું કે અભિનેતાના તમામ મહત્વપૂર્ પેરામીટર પર નજર રાખવામાં આવી રહી છે અને ડોકટરો જરૂરી ટેસ્ટ કરી રહ્યા છે.
ગોવિંદાની તબિયત કેવી છે?
નોંધનીય છે કે ઘરે બેભાન થઈ ગયા બાદ ગોવિંદાને રાત્રે 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ અપડેટ અનુસાર, અભિનેતા સ્વસ્થ છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના અનેક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
એક દિવસ પહેલા ગોવિંદા ધર્મેન્દ્રની મળવા ગયા હતા
રસપ્રદ વાત એ છે કે, ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેના એક દિવસ પહેલા તેઓ પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મળવા માટે પહોંચ્યા હતા. ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલની બહારથી ગોવિંદાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા પોતે ગાડી ચલાવીને હોસ્પિટલ જતા દેખાય છે, જે ભાવુક દેખાઈ રહ્યો છે.
ગયા વર્ષે ગોવિંદાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ગયા ઓક્ટોબરમાં ગોવિંદાને પગમાં ગોળી વાગી હતી. ગોળી તેમની લાયસન્સ રિવોલ્વરમાંથી ચલાવવામાં આવી હતી. ઘાયલ થયેલા અભિનેતાને તેમના જુહુના ઘર નજીક ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા. એક કલાકની સર્જરી પછી ગોળી કાઢી લેવામાં આવી હતી.
તેમના મેનેજરના જણાવ્યા મુજબ, ગોવિંદા તેમની રિવોલ્વરને કબાટમાં મૂકી રહ્યા હતા ત્યારે ગોળી છૂટી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ગોવિંદાએ કહ્યું હતું કે "હું કોલકાતામાં એક શોમાં જઈ રહ્યો હતો અને લગભગ 5 વાગ્યા હતા. તે સમયે આ ઘટના બની હતી."