મુંબઇઃ બૉલીવુડ એક્ટર ગોવિંદા લાંબા સમયથી સુધી પોતાની અદાકારીના દમ પર લાખો દર્શકોના દિલમાં રાજ કરી રહ્યો છે. કૉમેડી ફિલ્મોથી લઇને એક્શન ફિલ્મોમાં ગોવિંદાએ પોતાનો દમ બતાવ્યો છે. લગભગ ત્રણ દાયકા સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજા બાબૂ બનીને રહેલો ગોવિંદા હવે નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહ્યો છે. ગોવિંદા હવે ઓટીટી પ્લેટફોર્મ પર પોતાનો જલવો બિખેરવા માટે તૈયાર છે. 


ગોવિંદાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની ઓટીટી ડેબ્યૂને લઇને વાત કરી છે. એક્ટરે જી ન્યૂઝ ડિજીટીલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું - પહેલાના સમય કરતાં અત્યારે ઘણુબધુ બદલાઇ ગયુ છે. જ્યારે અમે શરૂઆત કરી હતી તો કંઇપણ આ રીતનુ ન હતુ, જેટલુ આજે ઇન્ડસ્ટ્રીમાં કામ દેખાઇ રહ્યુ છે. આજના જમાનામાં સક્સેસ ઓટીટી પ્લેટફોર્મ પર બને છે. ઓટીટી તે પ્લેટફોર્મ છે જ્યાં દરેક પ્રકારના આર્ટિસ્ટ છે અને તે પણ એક એક્ટર તરીકે આ પ્લેટફોર્મને એક્સ્પૉર કરવા માગે છે. 






ગોવિંદાને જ્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન હાલમાં જ જોવાયેલી ફિલ્મને લઇને સવાલ કર્યો તો એક્ટરે હંસતા કહ્યું હતુ કે તે પૈસા લીધા વિના કોઇને ફેમ નથી અપાવવા માંગતો.


ઉલ્લેખનીય છે કે, એક્ટર ગોવિંદા ગયા અઠવાડિયે ટીવી રિયાલિટી શૉ ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ પર કરિશ્મા કપૂરની સાથે ગેસ્ટ જજ તરીકે દેખાયો હતો.