નવી દિલ્હીઃ ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) આજકાલ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ની સફળતાની મજા લઇ રહ્યો છે. કેટલાય રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. હવે રિપોર્ટ છે કે, વિવેક અગ્નિહોત્રીએ આ સફળતા બાદ પોતાના નેક્સ્ટ પ્રૉજેક્ટ પર પણ ધ્યાન આપવાનુ શરૂ કરી દીધુ છે, અને હવે નવી ફિલ્મમાં એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) ને કાસ્ટ કરવાનો છે. 


ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri) નેક્સ્ટ ફિલ્મને લઇને કેટલાક આઇડિયા રાખ્યા છે, જેમાં તે હૉટ એક્ટ્રેસ અને બૉલીવુડ ક્વિનને કાસ્ટ કરવા માંગે છે, વિવેકે ફિલ્મ માટે કંગનાનો સંપર્ક પણ કર્યો છે, પરંતુ ફિલ્મને લઇને હજુ આ નવી ફિલ્મ ફાઇનલ નથી થઇ. રિપોર્ટ્સ અનુસાર, જો બધુ બરાબર રહેશે તો આ નેક્સ્ટ ફિલ્મનુ એલાન આગામી મહિને કરી દેવામાં આવી શકે છે. 


સુત્રો અનુસાર, વિવેક અગ્નિહોત્રીએ આ દરમિયાન કેટલાક આઇડિયા પર કંગના રનૌત સાથે ચર્ચા કરી છે, કંગનાએ પણ સાથે કામ કરવાનો ઇન્ટરેસ્ટ બતાવ્યો છે. કંગના અને વિવેકની સારી બૉન્ડિંગ છે, હાલમાં બન્નેની ફિલ્મ વિશેની વાતચીત શરૂઆતી તબક્કામાં છે અને આનુ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પછીથી કરી શકે છે. 


'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મએ કમાણીના અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. કેટલાક લોકોએ ફિલ્મની પ્રસંશા કરી છે. કંગનાએ પણ ફિલ્મનો ખુલ્લો સપોર્ટ કર્યો હતો. તેને ફિલ્મની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. 




આ પણ વાંચો........... 


Krishi Vigyan Kendra: આ વિજ્ઞાન કેન્દ્રોને કૃષિ પ્રણાલીની કહે છે કરોડરજ્જુ, જાણો ગુજરાતમાં કેટલા છે ?


શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા


Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ


Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી


Hotel Management: 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવવા માંગો છો તો 12મું પાસ કર્યા બાદ કરો આ કોર્સ, દેશમાં જ નહીં વિદેશમાં પણ મળશે નોકરી


હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ