બૉલીવુડ એક્ટર જેકી શ્રોફ લૉકડાઉનના કારણે પોતાના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં ફસાઇ ગયો છે, આ વાતની જાણકારી ખુદ તેમની પત્ની આયશાએ આપી છે.
જેકી શ્રોફની પત્ની આયેશાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, લૉકડાઉના કારણે જેકી શ્રોફ ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં ફસાઇ ગયા છે, તે ત્યાં એકલા છે, તેમની સાથે બીજો સ્ટાફ હાજર છે. જેકી ફાર્મહાઉસમાં કેટલાક નવા ફૂલ-છોડ રોપવા ગયા હતા, પણ લૉકડાઉન થઇ જતાં તે ત્યાં ફસાઇ ગયા છે. જ્યારે અમારો આખો પરિવાર મુંબઇમાં છે.
આયેશાએ કહ્યું કે જેકી શ્રોફ ઘરે નથી આવી શકતા, પણ તેમની સાથે વીડિયો કૉલિંગથી વાતચીત થયા કરે છે. અને ત્યાં તેઓ એકદમ ઠીકઠાક છે.