શઝા મોરાનીએ કોરોનાથી સ્વસ્થ્ય થયા ઘર પરત ફર્યા બાદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પૉસ્ટ લખી છે, આ પૉસ્ટમાં એક્ટ્રેસે ડૉક્ટરો, નર્સ, અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો છે.
શઝા મોરાનીએ પૉસ્ટમાં લખ્યુ- ઘરે પહોંચીને બહુજ ખુશ છું, મે આ ત્યારે પૉસ્ટને લખી હતી જ્યારે હું હૉસ્પીટલમાં હતી, આ ખુબ લાંબી છે તો પ્લીઝ ધૈર્ય બનાવીને રાખો. હું આશા રાખીશ કે લોકો પોતાના અનુભવને આમ શેર કરતા રહેશે. હું તમામ ડૉક્ટરો, નર્સ, ક્લિનર્સ, પેન્ટ્રી વર્કર્સનો આભાર માનુ છું.
આ પહેલા મીડિયા રિપોર્ટથી ખબર પડી હતી કે, એક્ટ્રેસ શઝા મોરાનીએ કોરોના પૉઝિટીવ આવ્યો હતો. શઝા મોરાની ચેન્નાઇ એક્સપ્રેસના પ્રૉડ્યૂસર કરીમ મોરાનીની દીકરી છે. શઝાને કોરોનાની સારવાર માટે મુંબઇની એક હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી.
ખાસ વાત છે કે, કરીમ મોરાની શાહરૂખ ખાનનો ભાગીદાર છે, અને શઝા મોરાની શાહરૂખની ખુબ જ નજીક છે. કરીમ મોરાની પોતાના ભાઈ મોરાની અને મોહમ્મદ મોરાની સાથે પાર્ટનરશિપમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સિનેયૂગ એન્ટરટેઈનમેન્ટ ચલાવે છે. અને તે શાહરુખ ખાનનો ખૂબજ નજીકનો મિત્ર પણ છે. તેમણે શાહરુખ ખાન સ્ટારર, રા. વન, ચેન્નઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર, દિલવાલે જેવી ફિલ્મોને પણ કૉ-પ્રોડ્યૂસ કરી છે.