મુંબઇઃ બૉલીવુડ એક્ટર જેકી શ્રોફ (Jackie Shroff) પોતાના બેબાકીપણા માટે જાણીતો છે. જેકી જેટલો ખુલીને જિંદગી જીવે છે તેટલુ ખુલીને કોઇ નથી જીવતુ. હવે એક્ટરે પોતાની મોત અંગે પહેલાથી મોટુ નિવેદન આપી દીધુ છે. એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જેકી શ્રોફ ખુદ પોતાના મોત અંગે કહી રહ્યો છે. આ વીડિયો સાંભળીને ફેન્સ પણ ભાવુક થઇ રહ્યાં છે, કેમ કે તે કહી રહ્યો છે કે, 'મારી મા મરી ગઇ, પિતા પણ જતા રહ્યાં... થોડાક દિવસો બાદ હુ પણ જતો રહીશ', જેકી શ્રોફ કહે છે કે કોઇને નથી ખબર કે તમાર જિંદગીનો અંત ક્યારે થઇ જશે.
શું છે વીડિયોમાં....
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જેકી શ્રોફ કહી રહ્યો છે - મારી મા મરી ગઇ, પિતા પણ જતા રહ્યાં... થોડાક દિવસો બાદ હુ પણ જતો રહીશ, હવે તે લઇને ફરવાનુ નથી, ત્રણ ચાલ્યા ગયા ત્રણ આવ્યા.. કૃષ્ણા આવી, ટાઇગર આવ્યો, મારી પત્ની આવી......તો બેલેન્સ થઇ જાય છે લાઇફમાં, હવે હુ ચાલ્યો જઇશ થોડાક દિવસોમાં તો કોઇક આવી જશે.....', વીડિયોમાં જેકી શ્રોફનો આ ભાવુક સંદેશ ફેન્સને પણ ભાવુક કરી રહ્યો છે. જુઓ વીડિયો...........
---
આ પણ વાંચો----
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો