એક્ટર કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પૉસ્ટ શેર કરી છે, આ પૉસ્ટમાં વીડિયો છે, જેમાં તે આઇસ્ક્રીમનો વેપાર કરવાનુ કહી રહ્યો છે. આ આઇસ્ક્રીમની કિંમત બે લાખ રૂપિયા રાખી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બૉલીવુડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક કરણ જોહરે કાર્તિક આર્યનને એક આઇસ્ક્રીમથી ભરેલું એક સરપ્રાઇઝ બૉક્સ મોકલ્યુ હતુ. આ આઇસ્ક્રીમ બૉક્સની એક તસવીર કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
આની સાથે કાર્તિક આર્યને કેપ્શન આપ્યુ છે કે, તે આ આઇસ્ક્રીમનો એક સ્કૂપ 2 લાખ રૂપિયામાં વેચશે અને જીએસટી અલગથી લેશે.
કાર્તિક આર્યનની ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તે ટુંકસમયમાં ફિલ્મ ભુલ ભુલૈયા 2માં દેખાશે. બાદમાં તે જ્હાન્વી કપૂરની સાથે દોસ્તાના 2 પણ કરવાનો છે. ખાસ વાત છે કે કાર્તિક આર્યન બૉલીવુડની રિમેક કરવામાં માહિર થઇ ગયો છે.