મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં ફરી એકવાર ચર્ચા જાગી છે કે બૉલીવુડ કોના ઇશારે ચાલી રહ્યું છે, બૉલીવુડમાં ભાઇ-ભત્રીજાવાદના આરોપ પર હવે એક્ટર કેઆરકેએ સવાલો ઉઠાવ્યા છે. કમાલ આર ખાને ટ્વીટ કરીને બૉલીવુડ પર નિશાન તાક્યુ છે.

કેઆરકે પોતાની હાજરજવાબી અંદાજના કારણે જાણીતો છે. તેને ટ્વીટ કરીને જણાવ્યુ કે છ કંપનીઓ બૉલીવુડને કન્ટ્રૉલ કરે છે, અને તે કોઇની પણ કેરિયર તબાહ કરી શકે છે.



કેઆરકેએ ટ્વીટમાં લખ્યું- શું આ સાચુ છે કે માત્ર છ કંપનીઓ આખા બૉલીવુડને કન્ટ્રૉલ કરે છે, અને જો તે કોઇને પસંદ નથી કરતી, તો તેને કેરિયર ખતમ કરી શકે છે.



કેઆરકેએ આની આગળ છ કંપનીઓના નામ લખ્યા- ધર્મા (કરણ જોહર), યશરાજ ફિલ્મ (આદિત્ય ચોપડા), ટી-સીરિઝ (ભૂષણ), બાલાજી (એકતા કપૂર), નાડિયદવાલા (સાજિદ) અને સલમાન ખાન ફિલ્મ્સ... કેઆરકેએ આ કંપનીઓ પર લોકોની કેરિયર ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે સુશાંત સિંહ રાજપૂત માટે પણ આ લોકોને જવાબદાર ગણાવ્યા છે. કેઆરકે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્વીટ કરીને ખુલાસો કર્યો હતો કે કેટલાય લોકોએ સુશાંત સિંહ રાજપૂત પર બેન લગાવી દીધો હતો.



કેઆરકે 27 ફેબ્રુઆરી 2020એ ટ્વીટરના મારફતે જણાવ્યુ હતુ કે ધર્મા, સાજિદ નાડિયદવાલા, યશરાજ ફિલ્મ્સ, ટી-સીરીઝ, સલમાન ખાન, દિનેશ વિજાન, બાલીજીએ સુશાંત સિંહ રાજપૂતને બેન કરી દીધો છે. હવે તે માત્ર વેબ સીરિઝ કે ટીવી સીરિયલમાં જ કામ કરી શકશે.