મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અભિનેત્રી કંગના રનૌત બરાબરની ગુસ્સે ભરાઇ છે. સુશાંતના મોતથી કંગની પરેશાન છે, અને તેને ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઝાટકણી કાઢી છે. કંગનાનુ માનવુ છે કે સુસાઇડ કરતા પહેલા એક્ટરની જે હાલત હતી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કરાણે થઇ હતી, આ મુદ્દાને લઇને કંગનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

કંગનાનુ સ્પષ્ટપણે માનવુ છે કે આ સુસાઇડ નહીં પણ પ્લાન મર્ડર છે. કંગનાએ તે તમામ લોકો પર નિશાન સાધ્યુ છે, જે સુશાંતની આત્મહત્યાને કાયરતાભર્યુ પગલુ ગણાવે છે. જે લોકોએ સુશાંતની આત્મહત્યાને નશા વગેરે સાથે જોડીને જોઇ, તે લોકો પર કંગના જબરદસ્ત રીતે ગુસ્સો થઇ છે.

વાયરલ વીડિયોમાં તમે જોઇ રહ્યાં છો કે કંગનાએ કહ્યું- સુશાંત સિંહ રાજપૂત કેટલાય ઇન્ટરવ્યૂમાં એ કહી ચૂક્યો છે કે તેને ઇન્ડસ્ટ્રી સ્વીકારી નથી રહી. જોકે તે સતત સારી ફિલ્મો કરી રહ્યો હતો. કંગનાએ એ પણ કહ્યું કે સુશાંતની પહેલી ફિલ્મ કાય પો ચે ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ ઇજ્જત ના આપી. ત્યારબાદ એમએસ ધોનીઃ ધ અનટૉલ્ડ સ્ટરી કે છિછોરેને પણ યોગ્ય સન્માન નથી આપવામાં આવ્યુ. જ્યારે ગલી બૉય જેવી વાહિયાત ફિલ્મોને કેટલાય એવોર્ડ મળી ગયા.



કંગનાએ કહ્યું કે, સુશાંતને આ ઇન્ડસ્ટ્રીના લોકોએ સાત વર્ષોની કેરિયરમાં તે માન્યતા નથી આપી જેનો તે હકદાર હતો. આજે લોકો મને પણ એવા મેસેજ કરી રહ્યાં છે કે, તુમ્હારા સમય ખરાબ ચલ રહા હૈ, કુછ ઐસાવૈસા મત કર લેના. આવા બધા મેસેજનો શું અર્થ છે, કેમ મારા મગજમાં સુસાઇડ કરી લેવા જેવી વાત ઠોકી બેસાડવામાં આવી રહી છે. આ સાથે જ કંગનાએ સંજય દત્તના નશાની લત્તને ગ્લૉરીફાઇ કરવા પર સવાલ ઉઠાવ્યા છે.



નોંધનીય છે કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઇ સ્થિત ઘરમાં રવિવારે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી, અને સોમવારે મુંબઇમાં તેની અંતિમ સંસ્કર વિધિ કરવામાં આવી હતી.