મુંબઇઃ તેલુગુ સુપરસ્ટાર રાણા દગ્ગુબાતી એટલે કે બાહુબલીના ભલ્લાલદેવે છેવટે પોતાની પ્રેમિકા વિશે ફેન્સને જાણ કરી દીધી છે. એક્ટરે સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં રાણા દગ્ગુબાતી પોતાની પ્રેમિકા મિહીકા બજાજ સાથે દેખાઇ રહ્યો છે.

ખરેખરમાં, એક્ટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથેની તસવીર શેર એટલા માટે કરી છે, કેમકે રાણા દગ્ગુબાતીએ મિહીકા બજાજ સાથે મંગળવારે સગાઇ કરી લીધી છે, અને બન્ને ખુશ છે, ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર ખુદ એક્ટરે શેર કરી હતી.



અભિનેતાએ આ તસવીરના કેપ્શનમાં લખ્યુ- અને તેને હા કહી દીધી, એ પછી અભિનેતાના સાથીઓ, મિત્રો અને ફેન્સે ઇન્સ્ટાગ્રામ પર તેમના માટે અભિનંદનનો વરસાદ કરી દીધો.



રાણા દગ્ગુબાતી અમે મિહીકા બજાજની સગાઇની વાત પર અનિલ કપૂર, તમન્ના ભાટિયા, કિયારા અડવાણી સહિતાના સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા હતા.

અભિનેતા રાણા દગ્ગુબાતી ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવનો રૉલ કરીને દુનિયાભરમાં ફેમસ થઇ ગયો છે. જ્યારે મિહીકા બજાજ એક ઇન્ટીરિયર ડિઝાઇનર અને ઇવેન્ટ પ્લાનર છે, મુંબઇના ડ્યૂ ડ્રૉપ ડિઝાઇન સ્ટુડિયોની માલિક પણ છે.