મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અને ખાસ કરીને હિન્દી ફિલ્મોમાં ખૂંખાર વિલનના રૉલમાં દેખાતા રંજીતનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. અભિનેતાએ પોતાના સોશ્યલ મીડિયા પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં અભિનેતા રંજીત પોતાની દીકરી સાથે ઓલ-ટાઇમ બ્લૉકબસ્ટર ફિલ્મ શોલેના ફેમસ ગીત મહબૂબા મહબૂબા પર ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. તેને આ વીડિયોને કેપ્શન આપતા કહ્યું- 80 સાલ કે કરીબ..... કેવલ મેરી બેટી ઇશારો સે નચા સકતી હૈ....

અભિનેતાના આ વીડિયોને જોઇને ટાઇગર શ્રોફ પણ ચોંકી ગયો અને તેને કૉમેન્ટ પણ કરી હતી. તેને લખ્યુ- અમેઝિંગ ગોલી અંકલ.... ત્યારબાદ જવાબમાં અભિનેતાએ લખ્યું- ચાચા તો તુમ્હારા હી હૂ....



ટાઇગર શ્રોફ ઉપરાંત રંજીતના દીકરી સાથેના ડાન્સ વીડિયો પર ફેન્સે કૉમેન્ટ્સ કરી હતી. ખાસ વાત છે કે રંજીતે 80ના દાયકાની કેટલીય ફિલ્મોમાં ખૂંખાર વિલનની ભૂમિકા નિભાવી છે.



ઉલ્લેખનીય છે કે આજકાલ એક્ટર રંજીતે જુહૂમાં એક ફિટનેસ સ્ટૂડિયો જોઇન કર્યો છે. અહીં તેની દીકરી તેને વર્કઆઉટ સેશન્સમાં મદદ કરે છે. આ દરમિયાન તેને વીડિયો શૂટ કર્યો હતો, વીડિયોમા પિતા ડાન્સ કરતા જોઇને દીકરી પણ બોલી રહી ઓહ ગૉડ.... અભિનેતા રંજીત છેલ્લે હાઉસફૂલ 4માં દેખાયો હતો.