Salman Khan Shirtless Photos: આજે ભાઇબીજનો તહેવાર છે, દિવાળી પછી ભાઇબીજના તહેવારને લોકો ખુબ ધામધૂમથી મનાવે છે, આ ભાઇ અને બહેનનો ખાસ તહેવાર છે, લોકો આ ફેસ્ટિવલની તસવીરો સોશ્યલ મીડિયા મીડિયા પર શેર કરી રહ્યાં છે, ત્યારે સુપરસ્ટાર સલમાન ખાને પણ પોતાની તસવીર શેર કરીને ફેન્સને ભાઇ બીજની શુભેચ્છાઓ પાઠવી છે. સલમાન ખાનનો (Salman Khan) આ તસવીરોમાં અંદાજ એકદમ અલગ છે. લોકો આના પર જુદાજુદા રિએક્શન આપી રહ્યાં છે. 


સલમાન ખાનનો શર્ટલેટ ફોટો - 
બૉલીવુડ અભિનેતા સલમાન ખાને ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર પોતની એક મોનોક્રૉમ તસવીર શરે કરી છે, તસવીરમાં સલ્લૂ મિયાંને શર્ટલેસ થઇને પૉઝ આપતો દેખી શકાય છે. આ દરમિયાન વિના શર્ટે સલમાન ખાને પોતાના સિક્સ પેક એબ્સ ફ્લૉન્ટ કર્યા છે, અને બ્લેક ગૉગલ્સ લગાવીને સ્ટાઇલિશ પૉઝ આપી રહ્યો છે.






લોકો કરી રહ્યાં છે આવી કૉમેન્ટ - 
સલમાન ખાનની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, અને ફેન્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે મજેદાર કૉમેન્ટ કરતા લખ્યું- મસ્ત રે બાબા, બીજાએ લખ્યું- સલમાન પાછો આવી ગયો, વળી એક બીજાએ લખ્યું- હેન્ડસમ જાન. સલમાનની આ તસવીર પર લોકો હાર્ટ અને લવની ઇમૉજી શેર કરી રહ્યાં છે. 






સલમાનની અપકમિંગ ફિલ્મો- 
સલમાન ખાન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મોને લઇને છવાયેલો છે. તે જલદી કિસી કી ભાઇ કિસી કી જાન અને ટાઇગર 3માં દેખાશે. ટાઇગર 3માં તેની સાથે કેટરીના કૈફ દેખાશે. વળી, કિસી કા ભાઇ કિસી કી જાનમાં શહનાઝ ગિલથી લઇને પલક તિવારી જેવા સ્ટાર્સ દેખાશે. ફિલ્મો ઉપરાંત સલમાન ખાન બિગ બૉસ 16 (Bigg Boss 16) ને પણ હૉસ્ટ કરી રહ્યો છે.