નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે, સરકાર દ્વારા લૉકડાઉન 4ની જાહેરાત થઇ છે, કોરોના સંક્રમણને વધતુ અટકાવવા માટે દરેકને ઘરમાં રહેવા માટે મજબુર થવુ પડ્યુ છે, ત્યારે આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટર સંજય મિશ્રાએ એક મોટુ નિવેદન આપ્યુ છે, તેમના મતે દર વર્ષે આ પ્રકારનુ 21 દિવસનુ લૉકડાઉન હોવુ જોઇએ.

કોરોના વાયરસના કારણે હાલ સામાન્ય માણસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનુ કામ ઠપ છે, અને હીરો-હીરોઇનો પણ પોતાના ઘરમાં ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે. આવા સમયે સંજય મિશ્રાને પોતાની દીકરીઓ સાથે સમય વિતાવવાનો મોકો મળતા તે ખુશ થઇ ગયો છે, સંજય મિશ્રાને સામાન્ય દિવસોમાં માંડ કામના કારણે અઠવાડિયાનો સમય પરિવાર સાથે વિતાવવાનો સમય મળે છે. જેના કારણે હાલની પળોને એક્ટર ખુબ એન્જૉય કરી રહ્યો છે.

અભિનેતા સંજય મિશ્રાનું કહેવુ છે કે, મારા બાળકો મોટા થઇ રહ્યાં છે, પણ કામની પ્રતિબદ્ધતાઓના કારણે તેમના માટે સમય નથી કાઢી શકાતો. હવે હુ હાલ ઘરે છું, હું તેમનો સ્વભાવ અને નખરાં સમજી રહ્યો છું.



એક્ટરને હવે સમજાઇ રહ્યું છે કે તેને ફિલ્મોમાંથી બહુ વધારે દુરી બનાવવાની જરૂર છે. આનાથી તે પોતાની દીકરી પલ (9 વર્ષ) અને લમ્હા (6 વર્ષ)ની સાથે વધુ સમય નહીં વિતાવી શકે. લૉકડાઉનને રૂટીન લાઇફને ખુબ બદલી નાંખી છે.



સંજય મિશ્રાએ કહ્યું હું જ્યારે દુર રહુ ત્યારે હુ ઘરે નથી જઇ શકતો, અને મારા પરિવારને ફૂલછોડને પાણી આપવાનુ યાદ કરાવતો હતો. પણ હાલના સમયે આ કામ હુ જાતે જ કરુ છું. મને બહુ જ સંતોષ મળી રહ્યો છે. મને લાગે છે કે, અમારા પરિવારોની સાથે ડિટૉક્સિફાઇ હોવા માટે દર વર્ષે 21 દિવસનુ લૉકડાઉન હોવુ જોઇએ.