મુંબઇઃ દેશભરમાં લૉકડાઉનના કારણે આખા દેશમાં મોટાભાગના ધંધા-રોજગાર બંધ છે, અને જેના કારણે રોજિંદા મજૂરોની હાલત ખરાબ થઇ ગઇ છે, તેઓ આ પરિસ્થિતિમાં પોતાના વતન વાપસી માટે મદદ માંગી રહ્યાં છે, કેટલાય લોકો પગપાળા, સાયકલ અને રિક્શામાં પોતાના ઘરે જઇ રહ્યાં છે, આ કફોડી હાલતનુ દ્રશ્ય જોઇને હવે એક્ટર સોનુ સૂદે મદદ માટે આગળ આવ્યો છે.

એક્ટરે સોનુ સૂદે પ્રવાસી મજૂરોને પોતાના ઘરે પહોંચાડવા માટે યુપી સરકાર પાસેથી સ્પેશ્યલ પરમીશન લીધી છે.

એટલુ જ નહીં, સોનુ સૂદે મહારાષ્ટ્રમાંથી કર્ણાટકના ગુલબર્ગ જનારા મજૂરોને બસ સેવા માટે આયોજન કર્યુ છે, તેને કહ્યું કે લૉકડાઉન દરમિયાન પોતાના ઘરે પરત ના જઇ શકનારા મજૂરોની દુર્દશા જોઇને દુઃખી થયો છે, અને તેને બસ સેવા ગોઠવી આપી છે. તેને એક નિવેદનમાં કહ્યું કે, આ મારા માટે એક ખુબજ ભાવનાત્મક યાત્રા રહી છે, ઘરોથી દુર રસ્તાં પર ચાલનારા આ મજૂરોને જોઇને મને દુઃખ થાય છે.

અભિનેતાએ કહ્યું કે, જ્યાં સુધી અંતિમ મજૂરો પોતાના ઘરે, અને પ્રિયજનોને નથી મળતો ત્યાં સુધી હુ મજૂરોને ઘરે મોકલવા માટે મદદ કરતો રહીશ. આ મારા દિલથી ખુબ નજીક છે.



ખાસ વાત છે કે, અભિનેતા સોનુ સૂદની મદદ દ્વારા અત્યાર સુધી વડાલાથી લખનઉ, દરદોઇ, પ્રતાપગઢ, અને સિદ્ધાર્થનગર સહિત ઉત્તરપ્રદેશના જુદાજુદા વિસ્તારો માટે બસો રવાના થઇ છે. આ ઉપરાંત અહીંથી ઝારખંડ અને બિહારના કેટલાય જિલ્લાઓ માટે એક્ટરની મદદથી કેટલીય બસો જઇ ચૂકી છે.