મુંબઈ: બૉલિવૂડ ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા સમન્સ જાહેર કર્યા બાદ ગોવામાં પરિવાર સાથે વેકેશન ગાળી રહેલી સારા અલી ખાન મુંબઈ પરત ફરી છે. તેમની સાથે તેમના માતા અમૃતા સિંહ પણ હતા. ડ્રગ્સ કેસમાં 26 તારીખે સારા અલી ખાન એનસીબી સામે હાજર થશે અને તેની પૂછપરછ કરવામાં આવશે.



ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ કેસમાં 25 સપ્ટેમ્બરે એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ એનસીબી સામે હાજર થવાનું છે. હાલમાં દીપિકા પતિ રણબીર સિંહ સાથે ગોવામાં છે અને રાતે આઠ વાગ્યે ચાર્ટેડ પ્લેનથી ગોવાથી મુંબઈ રવાના થશે.

એનસીબીની તપાસમાં સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સનું નામ સામે આવ્યું છે.

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સીબીઆઈ દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. રિયાએ આ નામોનો ખુલાસો કર્યો હતો. તેના બાદ પૂછપરછ કરતા એક પછી એક અનેક નામનો ખુલાસો ડ્રગ્સ કેસમાં થઈ રહ્યો છે. આ મામલે એનસીબી સતત બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને સમન્સ પાઠવી રહી છે.