મુંબઇઃ અભિનેત્રી શર્લિન ચોપડાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર લટકી રહેલી ડ્રગ્સની તલવાર મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. એબીપી ન્યૂઝ સાથેની એક્સક્લુસિવ વાતચીત દરમિયાન શર્લિન ચોપડા કહ્યું કે, મોટા મોટા ક્રિકેટરોની પત્નીઓ પણ ડ્રગ્સ લે છે. અભિનેત્રીએ કહ્યું કે, એનસીબી જે કામ કરી રહી છે, તે બહુજ સારુ કરી રહી છે. શર્લિન ચોપડાએ કહ્યું આટલા વર્ષોથી આપણે માનીએ છીએ કે આ આપણા સુપરસ્ટાર્સ છે, ડીવા છે, આ અમારી દેવી-દેવતા છે, આજે તે દેવી-દેવતાઓની અસલિયત સામે આવી ચૂકી છે આ લોકો માલ લે છે. માલ કેટલીકવાર છે છે, ક્યારે ક્યારે લે છે, હવે બતાવશે તે લોકો એનસીબીની પાસે જઇને.
શર્લિન ચોપડાએ ડ્રગ્સ પાર્ટી વિશે વાત કરતા કહ્યું કે, હું કોલકત્તામાં ગઇ હતી, કેકેઆરની મેચ જોવા માટે, મેચ બાદ આફ્ટર મેચ પાર્ટી રાખવામાં આવી હતી. હું પણ પાર્ટીમાં ગઇ, તે પાર્ટીમાં મે જોયુ કે ક્રિકેટર્સ, બૉલીવુડ સેલેબ્સ બધા દમ મારો દમ કરી રહ્યાં હતા. ત્યાં બધાની સાથે મે ડાન્સ કર્યો, હું ડાન્સ કરતા કરતા બહુ જ થાકી ગઇ, તો હુ ફ્રેશ થવા માટે વૉશરૂમમાં ગઇ, ત્યાં જે ચાલી રહ્યુ હતુ તે જોઇને હું ચોંકી ગઇ હતી.
શર્લિન ચોપડાએ આગળ બતાવ્યુ કે, આપણા ક્રિકેટ સુપરસ્ટાર્સની જે પત્નીઓ છે, તે વ્હાઇટ પાવડર એટલે કે કોકિન સ્નૉટ કરી રહ્યી હતી. આ જોઇને મને લાગ્યુ કે આ લોકો શું કરી રહ્યાં છે, અને કેમ કરી રહ્યાં છે, પછી તે સ્માઇલ કરી રહ્યાં છે. પછી મે પણ તેમને સ્માઇલ કરી, અને ત્યાંથી નીકળી ગઇ હતી. મને લાગ્યુ કે હુ ખોટી જગ્યાએ આવી ગઇ છુ, ત્યારપછી મે જોયુ બધા ગપશપ કરી રહ્યાં હતા, પાર્ટી કરી રહ્યાં હતા. ડ્રગ્સ બાદ પાર્ટીનો સિલસિલો થમતો નથી, એકપછી એક પાર્ટી થતી રહે છે.
જોકે, શર્લિન ચોપડા આ દરમિયાન કોઇપણ ક્રિકેટર કે ક્રિકેટરની પત્નીનુ નામ ન હતુ લીધુ. તેને કહ્યું જ્યારે એનસીબીમાંથી બુલાવો આવશે ત્યારે ત્યારે કહી દઇશ. અભિનેત્રીએ કહ્યું જે લોકોના નામ સામે આવી રહ્યાં છે, તે લોકો માત્ર જ નથી, આ નેક્સેસ છે, હજુ તો એનસીબી મોટા ખેલાડીઓ સુધી નથી પહોંચી. મને આશા છે તે જલ્દી પહોંચી જશે. આગાવી દિવસોમાં લોકોને ખબર પડી જશે ડ્રગ્સ સિન્ડિકેટ કેટલુ મોટુ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
અભિનેત્રી શર્લિન ચોપડાનો સ્ફોટક ખુલાસો, બોલી- મોટા-મોટા ક્રિકેટરોની પત્નીઓ પણ લે છે ડ્રગ્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2020 02:39 PM (IST)
એબીપી ન્યૂઝ સાથેની એક્સક્લુસિવ વાતચીત દરમિયાન શર્લિન ચોપડા કહ્યું કે, મોટા મોટા ક્રિકેટરોની પત્નીઓ પણ ડ્રગ્સ લે છે. અભિનેત્રીએ કહ્યું કે, એનસીબી જે કામ કરી રહી છે, તે બહુજ સારુ કરી રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -