એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે શનિવારે 14 નવેમ્બરે સેલ્વારાથિનમ શૂટિંગ માટે ન હતો ગયો, અને પોતાના મિત્ર મણીની સાથે રોકાયો હતો, જે એક સહાયક નિર્દેશક છે. રવિવારે સવારે સેલ્વારાથિનમને એક કૉલ આવ્યો ત્યારબાદ તે ઘરેથી નીકળી ગયો હતો. એવું મનાય છે કે, તેની પ્રેમિકાનો ફોન આવ્યો હતો અને તેને મળવા માટે એક્ટર પુડુચેરી ગયો હતો. તેણે પોતાના મિત્ર મણીને કહ્યું કે, તે પોતાના મિત્રને મળવા જઇ રહ્યો છે, પરંતુ તે પછીની જાણકારી નથી.
પોલીસ અધિકારીએ આગળ જણાવ્યુ કે, સેલ્વારાથિનમના રુમમેટ મણીને જાણકારી મળી હતી કે સેલ્વારાથિનમને કોઇ અજાણી ગેન્ગે અન્ના નેદુમપથાઇની પાસે હત્યા કરી દીધી છે. આ ઘટના ચેન્નાઇના એમજીઆર નગરમાં થઇ હતી. આ પછી મણીને સેલ્વારાથિનમ વિશે માહિતી મળી, તેને આ વિશે પોલીસને જણાવ્યુ હતુ.
એક રિપોર્ટ પ્રમાણે એક્ટર સેલ્વારાથિનમને વિજયકુમાર નામના એક શખ્સની પત્ની સાથે શારીરિક સંબંધો હતા, વિજયકુમારે સેલ્વારાથિનમને અનેકવાર મારી નાંખવાની ધમકી આપી હતી, પરંતુ સેલ્વારાથિનમ તેને ઇગ્નૉર કરતો હતો. જોકે પોલીસે વિજયકુમારને પકડી લીધો છે. ખાસ વાત છે કે સેલ્વારાથિનમ તેની પ્રેમિકાને મળવા અવારનવાર પુંડુચેરી આવતોજતો રહેતો હતો.