મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રોતૈલાએ પોતાના અંદાજ અને પોતાના કામથી લોકોનુ દિલ જીતવામાં કોઇ કસર નથી છોડતી. તેની તસવીરો હોય કે વીડિયો સોશ્યલ મીડિયા ખુબ ધમાલ મચાવે છે. તાજેતરમાં જ ઉર્વશી રોતૈલાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાંતે એક જાણીતા સિંગ જસ માનકની સાથે ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે. ઉર્વશી રોતૈલાનો આ વીડિયો નેહા કક્કડના લગ્ન સાથે જોડાયેલો છે, જેમાં તે 55 લાખનો લેંઘો પહેરીને જસ માનકની સાથે ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે, પરંતુ આ દરમિયાન ઉર્વશી રોતૈલાનુ બેલેન્સ બગડી જાય છે, અને એક્ટ્રેસ બાદમાં ગબડી પડે છે. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ઉર્વશી રોતૈલાના આ વીડિયો ડાન્સ કરતો કે મસ્તી કરતો નથી. પરંતુ તે ચાલુ ફોટોશૂટમાં બેલેન્સ ગુમાવવાથી ગબડી જાય છે. આ ફની વીડિયોને લોકો દ્વારા ખુબ જ શેર અને વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ એક્ટ્રેસ પછી તે પોતાનું સંતુલન બરાબર કરી લે છે અને ફોટોશૂટ કરાવે છે.



વીડિયોમાં ઉર્વશી રૌતેલાનો લુક એકદમ જબરદસ્ત લાગ્યો છે, જ્યારે જસ માનની સ્ટાઇલને પણ ઘણા લોકો પસંદ કરે છે. વિશેષ વાત એ છે કે ઉર્વશી રૌતેલાનો આ વીડિયો અત્યાર સુધીમાં 49 હજારથી વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે.