મુંબઇ : શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન મુંબઈ પાછી ફરી છે. સુહાના બહુ જલદી ફિલ્મોમાં એન્ટ્રી કરશે. સુહાના કરણ જૌહરની ધર્મા પ્રોડક્શન અથવા આદિત્ય ચોપરાની યશરાજ બેનર એ બે  પ્રોડક્શન હાઉસમાંથી એક પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કામ કરીને ડેબ્યુ કરસે એ નક્કી છે.  કરણ જૌહર  અને  આદિત્ય ચોપરા  બંને શાહરૂખ ખાનની અત્યંત નજીક મનાય છે.  


સુહાનાએ નવેમ્બર, 2019માં આવેલી 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ'માં કામ કર્યું હતું. અંગ્રેજીમાં બનેલી આ 10 મિનિટની શોર્ટ ફિલ્મમાં સુહાનાના પર્ફોર્મંન્સની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. સુહાનાને અંગ્રેજીમાં બીજી ફિલ્મોની ઓફર પણ છે પણ સુહાના સુહાના બોલીવૂડમાં કામ કરવા માગે છે. તેણે અભ્યાસ ફિલ્મ મેકિંગનો પૂરો કરી લીધો છે અને હવે સુહાના બોલીવૂડના કયા પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી બોલીવૂડમાં એન્ટ્રી કરવા માગે છે તેના પર ખાન પરિવાર ચર્ચા કરી રહ્યા છે.  સુહાના ધર્મા પ્રોડક્શન અથવા યશરાજ બેનર એ બેમાંથી એક પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કામ કરે એવી શક્યતા છે.


સુહાના 21 વર્ષની છે અને ન્યૂયોર્કમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઇ પાછી આવી છે. 14 જાન્યુઆરીએ સુહાના ખાન મુંબઇમાં જોવા મળી હતી. સુહાના કારમાં જઈ રહી હતી ત્યારે ફોટોગ્રાફરો તેને જોઈ જતાં દોડ્યા હતા. સુહાના ખાને ફોટોગ્રાફરો સામે જોઇને હાથ હલાવ્યો હતો.


શાહરૂખ ખાન માટે  ગયું વર્ષ   સારું રહ્યુ નહોતું. સુહાનાનો ભાઇ તથા શાહરૂખ-ગૌરીનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પકડાયો હતો. લાંબા સમય સુધી આર્થર રોડ જેલમાં રહ્યા પછી આર્યન જામની પર છૂટ્યો હતો. ખાન પરિવાર પરની આ મુસીબતનામાં સુહાના ન્યૂયોર્કમાં હતી. સુહાના ખાને આર્યનના ડ્રગ્સ કેસ વખતે નવેમ્બર, 2021માં ન્યૂયોર્ક છોડીને બારત આવવાની જાહેરાત કરી  હતી. શાહરૂખ અને ગૌરીએ સુહાનાને ભારત આવવા ના પાડી હતી. 


આ પણ વાંચો.........


India Corona Cases Today: ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા


પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ


Rajasthan Weekend Lockdown: કોરોનાની ચેઇન તોડવા ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં લગાવાયું 31 કલાકનું સંપૂર્ણ લોકડાઉન, જાણો શું ખુલ્લું રહેશે


દમણમાં હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો


છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરનારુ ટીવીનુ આ સ્ટાર કપલ આગામી મહિને બંધાશે લગ્ન ગ્રંથીથી, જાણો કોણ છે.......


આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે