મુંબઇઃ રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાણીનુ નિધન થઇ ગયુ છે, સીરિયલમાં રામ બનેલા અરુણ ગોવિલે તેમને યાદ કરતા શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

અરુણ ગોવિલે ટ્વીટ પર શોક વ્યક્ત કરતો સંદેશ લખ્યો- મિસ્ટર શ્યામ સુંદરના નિધનના સમાચાર સાંભળીને હું દુઃખી છું. તેમને રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવનુ પાત્ર ભજવ્યુ હતુ, બહુ જ સારા માણસ ઉમદા વ્યક્તિત્વ. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.



ઉલ્લેખનીય છે કે, વર્ષો બાદ રામાનંદ સાગરની રામાયણ દૂરદર્શન પર ફરી રિપીટ ટેલિકાસ્ટ થઇ રહી છે. જેના કારણે રામાયણા દરેક પાત્ર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.



ખાસ વાત છે કે, શ્યામ સુંદર કલાણીએ પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત રામાયણ સીરિયલથી જ કરી હતી. જોકે બાદમાં તેમને વધુ કામ ન હતુ મળ્યુ. રામયણમાં સુગ્રીવની ભૂમિકા બાદ તે લોકોના દિલમાં સમાયા હતા. આજે પણ લોકો તેમના પાત્રને યાદ કરે છે.