ટાઇગર શ્રોફે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફ્લિપ કરતો દેખાઇ રહ્યો છે. જોકે આવુ કરે ત્યારે ટાઇગર પોતાની આંખો બંધ કરી દે છે.
આ વીડિયોને શેર કરતા ટાઇગરે કેપ્શનમાં લખ્યું- હું હંમેશા પોતાની આંખો બંધ કરી લઉ છું. જ્યારે પણ ઉપર હોઉ છું. કોઇ બીજુ ઉંચાઇથી ડરે છે? એટલે કે ટાઇગરને ઉંચાઇથી ડર લાગે છે. ફેન્સે ટાઇગરના આ વીડિયો પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી છે. ટાઇગરના આ વીડિયોને અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.
અભિનેતાના કેરિયરની વાત કરીએ તો ટાઇગરની ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2014માં આવેલી ફિલ્મ હીરોપંતીથી થઇ હતી. આ ફિલ્મમાં ટાઇગરના સાથે કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ બાદ ટાઇગર બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં દેખાઇ ચૂક્યો છે.