એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, વરુણ ધવને કહ્યું કે, લૉકડાઉનના હું દરેક ગરીબોને કામ આવુ એવુ કંઇક કરવા માગુ છુ, મે નક્કી કર્યુ છે કે એવા લોકો માટે હું ભોજનની વ્યવસ્થા કરુ, હું એવા લોકોની સેવા અને વ્યવસ્થા કરીશ જેમની પાસે ખાવા માટે ભોજન નથી અને રહેવા માટે ઘર નથી.
વરુણ ધવને ડૉક્ટરો માટે કહ્યું કે, હું એવા લોકોની ખુબ જ પ્રસંશા કરુ છુ જે જીવના જોખમે કામ કરી રહ્યાં છે, મે નક્કી કર્યુ છે કે હું ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ માટે ભોજન વ્યવસ્થા કરીશ. આમ તો આ એક નાનુ કામ છે, પણ મુશ્કેલીના સમયમાં દરેક નાનુ કામ મહત્વનુ હોય છે. હું મારા તરફથી દરેક સંભવ કોશિશ કરીશ.
ઉલ્લેખનીય છે કે એક્ટર વરુણ ધવન ફરીવાર દેશ સેવા માટે આગળ આવ્યો છે, આ પહેલા વરુણ ધવને પીએમ કેયર્સ ફંડમાં 30 લાખ રૂપિયાનુ દાન આપ્યુ હતુ. સાથે સાથે મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ 25 લાખ રૂપિયાનુ દાન આપ્યુ હતુ.