નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ પોતાના ફેન્સ સાથે એક ખાસ ઘટનાને શેર કરી છે, ઇન્સ્ટાગ્રામ પર વિક્કી કૌશલે તાજેતરમાં જ ફેન્સની સાથે ચેટ સેશન કર્યુ હતુ, આ દરમિયાન એક ફેન્સે પુછ્યુ કે શું તેને ક્યારેય વાસ્તવિક જીવનમાં ભૂત જોયુ છે, તો એક્ટરે તેના સ્લિપ પેરાલિસિસની ઘટના વિશે જણાવ્યુ હતુ.

એક્ટરે જવાબ આપતા લખ્યું- મે કેટલીયવાર સ્લિપ પેરાલિસિસનો અનુભવ કર્યો છે, આ બહુજ ડરાવનુ છે. સ્લિપ પેરાલિસિસ એક ચિકિત્સા સ્થિતિ છે, જ્યાં એક વ્યક્તિ ઉંઘમાંથી જાગ્યા બાદ ચાલવા કે બોલવામાં અસ્થાયી રીતે અક્ષમતા અનુમભવે છે.



અભિનેતાએ એ પણ કહ્યું કે, તે ડરાવની ફિલ્મો જોતા પણ ડરે છે. વિક્કી કૌશલે ભૂતના ડર વિશે ખુલાસો કરતા કહ્યું કે જ્યારે હૉરર ફિલ્મો અને સ્ટોરીઓની વાત આવે તો હું દુનિયાનો સૌથી ડરપોક વ્યક્તિ બની જાઉં છું. એક ફેનના સવાલનો વિક્કીએ જવાબ આપ્યો હતો.



ખાસ વાત છે કે એક્ટર વિક્કી કૌશલે ભૂત પાર્ટ-1 ધ હૉન્ટેડ શિપમાં કામ કર્યુ છે. હવે વિક્કી શૂજીત સરકારની ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં પણ જોવા મળશે.